ધ્રુવ કુંડેલ@ મંતવ્ય ન્યૂઝ,રાજકોટ
છેલ્લા એક વર્ષથી દેશનાં ખુણે ખુણે ભોજનથી માંડી કોવિડ હોસ્પીટલ ચલાવવાની સેવા હોય કે ઘરે ઘરે દવા અને ઉકાળા પહોંચાડવાના હોય સંઘનાં સ્વયંસેવકો અનથક અવિરત સેવા સાધનાંમાં રત છે.વધુ એક વખત જ્યારે કોરોનાકાળનાં વિપરીત સમયમાં વાવાઝોડાનાં સ્વરુપમાં એક ઔર આફતે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં ક્ષેત્રને ઘમરોળ્યુ ત્યારે આ બેવડી ત્રાસદીનો માર સહન કરી રહેલા બાંધવોની મદદે પલવારનો વિલંબ કર્યા વગર સૌરાષ્ટ્ર ભરમાં સ્વયંસેવકો સેવામાં લાગી ગયા . તો તંત્રની સાથે ખભે-ખભા મિલાવી અને આ મુસીબતમાંથી લોકોને બહાર લાવવા કમર કસી છે.

જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર થઇ છે એવા ઉના , પ્રાચી અને સુત્રાપાડાનાં વિસ્તારમાં જેવુ વાવાઝોડુ થંભ્યુ કે તુરંત અસરથી અસરગ્રસ્તોને શાળાઓમાં ગુંદી -ગાંઠીયાનાં સુકા નાસ્તાની વ્યવસ્થા સવારમાં કરી તો બાદમાં બપોર અને રાત્રી ભોજન માટે રસોડે ભોજન બનાવી અને ઠેર-ઠેર રિક્ષા દ્રારા વિતરણ પ્રારંભ કર્યો.તો ભાવનગરનાં મહુવામાં કાચા રાશનની કીટોનું વિતરણ ક્યું.જ્યારે ભાવનગરનાં સિહોર તાલુકામાં 100 જેવા અસરગ્રસ્ત પરીવારો માટે પોતાનાં ઘરેથી ભોજન બનાવડાવી અને પિરસ્યું.મોરબીનાં લાલબાગ વિસ્તારમાં 40 શ્રમિકોને માટે ઘરેથી ટીફીન લાવી અને ભોજન કરાવ્યું.વિરમગામનાં વિવિધવિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારમાંથી શેલ્ટરહોમમાં રખાયેલા લગભગ 170 લોકોનાં બંન્ને ટાઇમ ભોજન , ચા – અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે.જયારે ધોળકાનાં ચિખલીમાં ઝુંપડપટ્ટી અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સરકારી શાળાઓમાં શિફ્ટ કર્યા બાદ ચા નાસ્તો , પૂરી શાક અને રાત્રે ખીચડીની વ્યવસ્થા સાથે માસ્ક અને પીવાનું શુદ્ધ પાણી પુરા પડાઇ રહ્યા છે.

વાવાઝોડા દરમ્યાન તિવ્ર ગતિ એ ફુંકાયેલા પવન અને વરસાદનાં કારણે ઠેર-ઠેર વિજળીનાં થાંભલા પડી ગયા છે , તોતિંગ વૃક્ષો હજારોની સંખ્યામાં ધરાશયી થવાનાં કારણે માર્ગો યાતા-યાત માટે બાધીત થયા છે.આવા સમયે મહુવામાં શાખાનાં સ્વયંસેવકો વૃક્ષો ખસેડવા અને કાપવાનાં સાધનો સાથે માર્ગો પરથી બાધા દુર કરવા માટે પણ કામે લાગ્યા છે.સાથો સાથ નુકશાનીનો અંદાજ લઇ અને સ્થાનિય લોકો સાથે રહી તેમનું જન-જીવન ફરી પુર્વરત થાય એ માટે કાચુ રાશન – કીટ ઇત્યાદીની વ્યવસ્થા માટે પણ બાકીનાં જીલ્લાઓમાં સંઘનાં અધીકારીઓનાં માર્ગદર્શનમાં બેઠકો મળી રહી છે જેમાં સ્વયંસેવકો સતત એક સપ્તાહ ગ્રામ અને નગરજનો સાથે મળી અને સેવાકાર્યમાં કાર્યરત થશે.

આમ સંઘની નિત્યશાખામાં સેવાનાં સંસ્કારોની સાધનાં કરનારા સ્વયંસેવકો ગમે તેવી વિકટ પરિસ્થિતીમાં પણ સમાજનાં પ્રત્યેક તબક્કાનાં બાંધવોને આવી પડેલી વિપત્તીમાંથી બહાર લાવવા માટે આપદા પ્રબંધનની કોઇપણ તાલીમ ન હોવા છતા સ્વયંની સુઝબુઝથી સમગ્ર સમાજને સાથે લઇને સમાજનાં જ સહયોગથી સમાજના જ કલ્યાણ અર્થે સ્વયંનાં ધનની સાથો સાથ સમય આપી અને મહામારીનો પણ ડર રાખ્યા વગર પોતાનાં મૌન કતૃત્વ દ્રારા પ્રચાર પ્રસિદ્ધિથી પરે રહી અને ” સેવા હૈ યજ્ઞકુંડ સમીધા સમ હમ જલે ” ગીતની ઉક્તિઓને સાર્થક કરી રહ્યા છે.ત્યારે સમાજમાં પણ એક હિમ્મતનાં માહોલનું સર્જન થઇ રહ્યુ છે અને શક્તિનો નવસંચાર થઇ રહ્યો છે કેદેશ પર આવનારી પ્રત્યેક વિપદાનો એક બની એકબીજાનાં સહયોગથી સામનો કરીશું તો નિશ્ર્ચીત વિજય હમારી હૈ.


