રામ રાખે તેને કોણ ચાખે.. અમદાવાદમાં ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવતી માતાને સ્થાનિકોએ બચાવી લીધી..
અમદાવાદ ના ખોખરા ગુરુજી રેલવે ઓવરબિજ ઉપર થી મોત ની છલાંગ લગાવે તે પહેલા સ્થાનિકો એ ત્રણ બાળકો ની માતા ને બચાવી લીધી હતી.અમરાઈવાડી વિસ્તાર મા રહેતી ૩૦ વષઁ ના આશરા ની મહિલા આથિઁક સંકડામણ ને લઈ ને મકાન માલિક એ ભાડુ ચડી જતા તે ભાડા ની રકમ માંગતા અને તે ના ચુકવી શકતા તે આજે ખોખરા-ઈશનપુર ને જોડતા ઓવરબિજ પર પડતું મુકી ને જીવન નો અંત આણવા આવી હતી અને તે પડતું મુકે તે પહેલા સ્થાનિકો દ્વારા બચાવી ને ખોખરા પોલિસ ને સોંપતા પોલિસ એ તે પરિવાર ને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે..

