સમગ્ર વિશ્વ આજે કોરોનાની ઝપટમાં છે. ત્યારે આ મહામારીમાંથી બહાર નિકળવા માટે વેેક્સિન હાલમાં એકમાત્ર વિકલ્પ તરીકે સામે આવેલ છે. ભારરતમાં વેક્સિન જલ્દીથી જલ્દી લેવા લોકો ઉતાવળીયા થઇ રહ્યા છે, ત્યારે હવે વેક્સિનેશનને લઇને એક નોબલ પુરસ્તાર વિજેતાએ એક મોટુ નિવેદન આપી લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
તણાવનો માહોલ / ગઢચરોલીમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા
કોરોના વાયરસ સામે લડવા માટે સમગ્ર વિશ્વમાં ઝડપી રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, આ બહરુપિયો વાયરસ લોકોને પોતાનો શિકાર કરી રહ્યો છે. વાયરસનાં નવા વેરિઅન્ટે વિશ્વનાં ઘણા દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. વાયરસનાં નવા વેરિઅન્ટનાં કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યાં છે. હાલનાં વિશ્વવ્યાપી વાયરોલોજિસ્ટ અને 2008 નાં નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર લ્યુક મોન્ટેગ્નિઅરે કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ વિશે મોટુ નિવેદન આપ્યુ છે. પ્રોફેસર મોન્ટેગ્નિઅરે દાવો કર્યો હતો કે રસીકરણને કારણે વાયરસનાં નવો વેરિઅન્ટ જન્મ લઇ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહામારીનાં નિષ્ણાતો આ વિશે સંપૂર્ણ જાગૃત છે, પરંતુ તેઓ હજુ પણ મૌન છે. પ્રોફેસર મોન્ટેગ્નિઅરે ગયા વર્ષે એપ્રિલમાં લેબમાં વાયરસ હોવાનો દાવો કર્યો હતો. ફ્રાન્સના વિશ્વવ્યાપી વિખ્યાત વાયરોલોજિસ્ટે કહ્યું કે વિવિધ દેશોમાં રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, પરંતુ રસીકરણને કારણે કોરોના વાયરસનાં નવો વેરિઅન્ટ ઉત્પન્ન થઈ રહ્યો છે. પ્રોફેસર મોન્ટેગ્નિઅરે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં આ સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.
એરફોર્સ ચિંતિત / પંજાબમાં મોટી દુર્ઘટના, ફાઇટર જેટ મિગ-21 થયુ ક્રેશ
અમેરિકાની આરએએફઆર ફાઉન્ડેશને પ્રોફેસરનાં આ ઇન્ટરવ્યૂનો વીડિયો અનુવાદિત કર્યો છે. પ્રોફેસર મોન્ટેગ્નિઅરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તે ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકો તેમના નિવેદન પર વિવિધ પ્રતિસાદ આપી રહ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં, પ્રોફેસર મોન્ટેગ્નિઅરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો: રસીકરણ શરૂ થયા પછી જાન્યુઆરીથી કોરોનાથી સંક્રમિત થયેલા નવા કેસો અને મૃત્યુની સંખ્યામાં કેમ વધારો થયો છે? જવાબમાં પ્રોફેસરે તેને વૈજ્ઞાનિક અને તબીબી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ભૂલ સ્વીકારી શકાય નહીં. તેમણે કહ્યું કે ઇતિહાસમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવશે કારણ કે રસીકરણને કારણે વાયરસનાં નવા વેરિઅન્ટ બનાવવામાં આવી રહ્યા છે. નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, અલગ-અલગ દેશોમાં રસીકરણનો ગ્રાફ મોતનાં ગ્રાફની સાથે ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ કે, હુ તેના પર નજર રાખી રહ્યો છું અને વિવિધ સંસ્થાઓમાં દર્દીઓ સાથે પ્રયોગ કરવામાં વ્યસ્ત છું. હું ખાસ કરીને આવા દર્દીઓ પર નજર રાખી રહ્યો છું જેમને રસી અપાયા બાદ કોરોના વાયરસનાં શિકાર બન્યા છે. આ પુષ્ટિ કરે છે કે વાયરસનાં નવા વેરિઅન્ટ રસીકરણને કારણે ઉત્પન્ન થાય છે અને આ વેરિઅન્ચ પર રસી એટલી અસરકારક નથી.

