સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેવામાં અસામાજિક તત્વો નો આંતક દિવસેને દિવસે સતત વધી રહીયો છે તેવામાં અત્યાર સુધી આવા ઈસમો સામાન્ય લોકોને રંઝાડતા હતા. પણ હવે તો હદ એ વાતની થઇ ગઈ છે કે, આવા માથા ફરેલા અને અસામાજીક તત્વોએ પોલીસ પણ પણ હુમલો કરતા હોય છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની બહાર પોલીસકર્મી ઉપર હુમલો થયો હતો.
આ પણ વાંચો :ખેડા જિલ્લાના અસરગ્રસ્તોને સત્વરે સહાય ચૂકવાય તે માટે મુખ્ય દંડકની રજૂઆત
ગતરોજ મનીષભાઈ નામના પોલીસ કર્મચારી પોતાની ફરજ દરમિયાન હજીરા ખાતેથી ઓક્સિજનની ટેંકરમાં બેસીને સ્મીમેર હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં હૉસ્પિટલના ગેટ પર પોંહચીને ઓક્સિજનની ગાડીમાંથી ઉતર્યા હતા. તે સમયે રિક્ષામાં સવાર ત્રણ જેટલા ઇસ્માએ તેના પર જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઇજા પોંહચાડીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસ પર હુમલો થતા થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી.
આ પણ વાંચો :વાપીમાં ચેઇન સ્નેચિંગ કરનાર બે રીઢા આરોપી પકડાયા
જો કે તાતકાલિક આ પોલીસ કર્મચારીને સ્મીમેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, ઘટનાની જાણકારી મળતા તાતકાલિક વરાછા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ પોલીસ કર્મચારી પર હુમલો કોણે કર્યો હતો અને શા માટે હુમલો કરવામાં આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો :જૂનાગઢની સિમેન્ટ ફેકટરીમાંથી વન વિભાગે દીપડો પકડયો

