‘પવિત્ર રિશ્તા’ સીરિયલ ફેમ અંકિતા લોખંડે અને તેના બોયફ્રેન્ડ વિક્કી જૈને તેમના ખાસ મિત્ર મહેશ શેટ્ટીનો જન્મદિવસ ઉજવ્યો હતો. બંનેએ મહેશ માટે કેક લઈને આવ્યા અને સરપ્રાઈઝ આપી હતી. કોરોનાને કારણે મહેશે તેનો જન્મદિવસ ફક્ત પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા છે.
આ વીડિયોમાં અંકિતા મહેશને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે. બીજી તરફ મહેશ કારની પાછળ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આના પર તે કહે છે – ‘હેપ્પી બર્થડે શેટ્ટી.’ વીડિયો અને ફોટો શેર કર્યા પછી અંકિતાએ કેપ્શનમાં લખ્યું – ‘યૂં તો તુમ કભી ઉમ્ર દરાજ નહીં હોગે, લેકિન હમારી દોસ્તી હોગી ઓર સમય કે સાથ ઓર ભી મજબૂત વ ના ટૂટને વાલી. દિલ સે તુમ્હે જન્મદિવસ કી બધાઈ દેતી હૂં અન્ના.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને મહેશ શેટ્ટી બંને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની નજીક હતા. ત્રણેય એકતા કપૂરની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં જોવા મળ્યા હતા. સુશાંતના મૃત્યુ બાદ અંકિતા અને મહેશની મિત્રતા હજી અકબંધ છે.
આ સાથે જ મહેશ ગત વર્ષે અંકિતાની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે સુશાંતના અવસાન બાદ ચાહકોને અંકિતાને આ રીતે ઉજવણી કરતા જોવું પસંદ ન હતું અને આ જ કારણે અંકિતાને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. જોકે, પાછળથી અંકિતાએ ટ્રોલ કરનારને યોગ્ય જવાબ આપ્યો.
View this post on Instagram
મહેશે સુશાંતની એક પોસ્ટ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટેટ પર શેર કરી છે. સુશાંતે ગયા વર્ષે મહેશ સાથે ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું- ‘હેપ્પી બર્થડે મેરી જાન.’ મહત્વનું છે કે, 14 જૂને સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધી હતી.
સમાચારો અનુસાર અંકિતા આ વર્ષે વિકી જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેનો સંકેત આપ્યો હતો.

