Not Set/ SBI નાં 44 કરોડ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માહિતી, 23 મે સુધી બંધ રહેશે બેંકિંગ સેવા

જો તમારુ પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતુ છે, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈએ તેની કેટલીક સેવાઓ બંધ કરવા સંબંધિત અગત્યની સૂચના અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.

Business

જો તમારુ પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતુ છે, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈએ તેની કેટલીક સેવાઓ બંધ કરવા સંબંધિત અગત્યની સૂચના અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. એસબીઆઇએ ટ્વિટ કર્યું છે કે, મેન્ટેનન્સ એક્ટિવિટીનાં કારણે, બેંકની કેટલીક સેવાઓ 21 મેથી 23 મે સુધી બંધ રહેશે. એસબીઆઇનું કહેવું છે કે ગ્રાહકોને કોઈ વિક્ષેપ વિના બેન્કિંગનો અનુભવ પૂરો પાડવા સેવાઓ સુધારવા માટે મેન્ટેનન્સ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મોટી જાહેરાત / RBI સરપ્લસમાંથી કેન્દ્રને આપશે રૂ. 99,122 કરોડ

આ મહત્વપૂર્ણ માહિતી જારી કરીને, એસબીઆઈ તરફથી એવું કહેવામાં આવી રહ્યુ છે કે ગ્રાહકોને કોઈ વિક્ષેપ વિના બેન્કિંગનો અનુભવ પૂરો પાડવા સેવાઓ સુધારવા માટે મેન્ટેનન્સ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટમાં જણાવ્યું છે કે, 21 મે ની રાત્રે 10.45 વાગ્યાથી 22 મે ની રાત્રે 1.15 સુધી તથા 23 મે 2021 નાં ​​રોજ સવારે 02.40 થી સાંજે 06.10 સુધી, બેંક મેન્ટેનન્સનું કામ કરવામાંં આવશે.

ભાવ વધારો / બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

બેંકે કહ્યું છે કે, એસબીઆઇ ગ્રાહકો આ સમયગાળા દરમિયાન INB/YONO/YONO Lite/UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આવુ કરવા પાછળનું કારણ, બેંક આજે પોતાના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે, જેથી કસ્ટમર એક્સપિરીયન્સને સુધારી શકાય. આ સમય દરમિયાન, ગ્રાહકોનાં યુપીઆઈ ટ્રાન્જેક્શન બંધ રહેશે. એસબીઆઇએ તેના કરોડો ગ્રાહકોને કેવાયસી અપડેટ 31 મે સુધી લંબાવીને રાહત આપી છે. બેંકનું કહેવું છે કે ગ્રાહકોને કેવાયસી માટે બેંકમાં આવવાની જરૂર નથી. કોરોના રોગચાળાની બીજી લહેરને કારણે, ઘણા રાજ્યોમાં સ્થાનિક રાજ્ય લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ગ્રાહકો હવે પોસ્ટલ અથવા ઇ-મેઇલ દ્વારા કેવાયસી દસ્તાવેજ સબમિટ કરી શકે છે.