ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ એલ બાલાજીએ કહ્યું છે કે કોવિડ -19માંથી સ્વસ્થ થવું એ મેન વિ વાઇલ્ડના એપિસોડનો અનુભવ કરવા જેવું છે. તેણે એમ પણ કહ્યું કે કોરોના સંક્રમિત થયા પછી તે ખૂબ જ ડરી ગયો હતો, અને તે ટીમના અન્ય સભ્યોની ચિંતામાં હતો. કોવિડ પોઝિટિવ એવા CSKના બે સભ્યોમાં બાલાજી એક હતા. આ સિવાય ટીમના બેટિંગ કોચ માઇકલ હસી પણ કોરોના સંક્રમિત હતો. અન્ય ટીમોમાં પણ કોરોનાનો કેસ સામે આવ્યા બાદ આઈપીએલ 2021 ને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવું પડ્યું.
ESPNcricinfo અનુસાર, બાલાજીએ કહ્યું કે, મેં મારી જાતને અલગ કરી. મારા મગજમાં આ વિચાર આવ્યો કે કોવિડ -19 થી શારીરિક અને માનસિક રીતે રિકવરથવું એ મેન વિ વાઇલ્ડનો એક એપિસોડ અનુભવવા જેવો છે. 2 મેના રોજ મને થોડી અસ્વસ્થતા અનુભવાઈ. મારા શરીરમાં દર્દ હતું અને મારું નાક બંધ હતું. મારો ટેસ્ટ તે જ દિવસે બપોર આસપાસ લેવામાં આવ્યો હતો. તે 3 મેની સવારે કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો . મેં મારી અને બબલની સલામતીને જોખમમાં મૂકવા જેવું કશું કર્યું નથી. ‘
બાલાજીએ વધુમાં કહ્યું કે, ‘અમે 26 એપ્રિલની આસપાસ મુંબઇથી દિલ્હી પહોંચ્યા. અમારે બીજા દિવસે અમારો ટેસ્ટ અને પછી 28 એપ્રિલે મેચ હતી. બીજા દિવસે અમારે બીજો ટેસ્ટ થયો. 1 મેના રોજ અમે મુંબઈ ઈન્ડિયન્સ સામે બીજી મેચ રમી હતી. તેથી મને વિશ્વાસ હતો કે અમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત છે, અને તે કોરોના વાયરસ સામે પણ પ્રતિરોધક છે. કાશી વિશ્વનાથન (સુપરકિંગ્સના સીઈઓ) અને સહાયક સ્ટાફ પણ 2 મેના રોજ ટેસ્ટ બાદ પોઝિટિવ જોવા મળ્યા. કોરોના રિપોર્ટ ફોટો હશે તેની આશંકા હોય અમે તે જ દિવસે ફરીથી ટેસ્ટ કરાવ્યો. બીજી વખત મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યો હતો. તરત જ, મને સુપર કિંગ્સની ટીમમાંથી અલગ કરીને, ટીમ હોટલના બીજા માળે લઈ જવામાં આવ્યો. ‘

