Not Set/ ૫૫ વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર કરીને ફરાર થઇ જનાર આરોપીને સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપીને કર્યો જેલભેગો

સાવલી તાલુકાના લોટના ગામે ૫૫ વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર કરીને ફરાર થઇ જનાર આરોપીને સાવલી પોલીસે આઠ કિલોમીટર સુધી ચાલી ને જંગલ ના અંતરિયાળ વિસ્તારમાં ત્રણ ટીમો બનાવીને ઘેરો

Gujarat

અક્ષર,મંતવ્ય ન્યૂઝ@સાવલી

સાવલી તાલુકાના લોટના ગામે ૫૫ વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર કરીને ફરાર થઇ જનાર આરોપીને સાવલી પોલીસે આઠ કિલોમીટર સુધી ચાલી ને જંગલ ના અંતરિયાળ વિસ્તારમાં ત્રણ ટીમો બનાવીને ઘેરો ઘાલીને. ફિલ્મી ઢબે ભારે મહેનતથી ગણતરીના કલાકોમાં જ ઝડપીને જેલભેગો કર્યો છે.

સાવલી તાલુકાના લોટના ગામે ૫૫ વર્ષીય વૃદ્ધા પોતાની ઝૂંપડીમાં સૂઇ રહી હતી ત્યારે ગામનો યુવક પ્રવિણસિંહ ઉર્ફે ભૂરો ચંપક સિંહ પરમાર રહે લોટના તાલુકા સાવલી રાત્રિના સમયે વૃદ્ધા સાથે બળજબરી કરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બનાવની ફરિયાદ બાદ સાવલી પોલીસ મથકે ભારે ચકચાર મચી જવા પામી હતી,અને સાવલી પી.એસ.આઇ અલ્પેશ મહિડાએ બનાવની ગંભીરતા જોઈને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાથમિક તપાસમાં આરોપી આણંદ જિલ્લામાં ચોરીના ગુનાના કામે પકડાયેલ હો ઇ અને રેલ્વે વિસ્તારમાં ભટકતો હોવાની પ્રાથમિક માહિતી મળતા સાવલી પોલીસે છુપા વેશમાં આણંદ રેલ્વે વિસ્તારની તમામ ઝૂંપડપટ્ટીઓ તપાસ કરી હતી પરંતુ સફળતા મળી ન હતી.ત્યારબાદ પોલીસને પોતાના અંગત બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે આરોપી પ્રવીણ ઉર્ફે ભૂરો વાઘોડિયાના જંગલોમાં છુપાયેલો છે, અને પૈસાની સગવડ થતાં ભાગી જવાની ફિરાકમાં છે.

માહિતી મળતાં જ સાવલી પી એસ આઈ એ અલગ-અલગ ત્રણ ટીમો બનાવીને દિલધડક ઓપરેશન કર્યું હતું.જંગલના આઠ કિલોમીટર દુર્ગમ રસ્તાઓમાં ઝાડી ઝાંખરા ઓમા ચાલીને લાઇટ વગર ભારે મુસીબતે ચોફેરે થી ઘેરો ઘાલીને ઝડપી લીધો હતો.આમ સાવલી પોલીસે વૃદ્ધા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી ને જેલ ભેગો કર્યો છે,અને કોવિડનો રિપોર્ટ કરાવીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.તસવીરમાં સાવલીના લોટના ગામે ૫૫ વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર કરી ફરાર થઇ જનાર આરોપીને સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપીને જેલ ભેગો કર્યા ની તસ્વીર નજરે પડે છે.