Sarangpur/ સારંગપુરમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતીમાં ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવની ઉજવણી

 ફૂલદોલ રંગોત્સવમાં ૭૫૦૦૦ હરરભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા

Top Stories Gujarat

Gujarat News : સારંગપુર ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી. તેની કાયમી સ્મૃતિ માટે આ સમૈયો દર વર્ષે સારંગપુર ખાતે ઉજવાતો આવ્યો છે . પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ દર વર્ષે ફૂલદોલનો ઉત્સવ સારંગપુર ધામધૂમપુર્વક ઉજવતા હતા.  જેની સ્મૃતિઓના આજે પણ સૌ કોઈ સાક્ષી છે . તેઓ આશીવાદ આપતાં કહેતા કે, દુનિયાના રંગે તો બધા રંગાય છે પણ આપણે ભગવાનના રંગે રંગાવાનું છે . એજ પરં પરંપરામાં  પ.પૂ.મહેતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતી આ વર્ષે આજના દિવસે આ ફૂલદોલ ઉત્સવ ભવ્યતાપૂવવક ઉજવાયો હતો જેમાં દેશ-પરદેશથી ૭૫૦૦૦ હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા. વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ હિલોળે ચડ્યું હતું. પરદેશથી અને ભારતના વિવિધ પ્રાંતોમાંથી પણ હરિભક્તો રંગોત્સવ નમિત્તે સારંગપુર ઉમટ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવનાર હદરભક્તોની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હતી.

૩૦ જેટલા સેવા વિભાગોમાં ૮૦૦૦ સ્વયંસેવક-સેવિકાઓ ખડેપગે ઊભા રહીને સેવા કરી રહ્યા હતા. હરિભક્તોની સુવિધા માટે થોડા થોડા અંતરે પૂછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરાઈ હતી. વિવિધ સેવા વિભાગોમાં સંતો-ભક્તોએ ઉપવાસ-વ્રત કરતાં કરતાં તનતોડ સેવા કરી હતી.  હરિભક્તો મંદિર પરિસરમાં દર્શનકરી બી.એ.પી.એસ. વિદ્યામંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યાં ૧૦ લાખ ચોરસફૂટ ભૂમિને સ્વચ્છ અને સમથળ કરીને સભામંડપ તૈયાર કરાયો હતો. સાંજે ૫:૪૫ વાગે જ્યારે ફૂલદોલ ઉત્સવની મુખ્ય સભાની શરૂઆત થઈ ત્યારે સભાસ્થળ હદરભક્તો- ભાવિકોથી ઉભરાતું હતું. સભામાં પ્રવેશ પ્રાપ્ત કરતા જ તમામ હરિભક્તોને આનંદની અનુભૂતિ થતી હતી. વિશાળ મંચ પર પ.પૂ.મહંતસ્વામી મહારાજે  કરેલ યુગકાર્યો રોબીન્સ્વિલ અક્ષરધામ તથા અબુધાબીમાં  નિર્મિત ભવ્ય હિન્દુ મંદિરની પ્રતિકૃતિઓ મંદિરની પાછળ શોભી રહી હતી. આ સાથે જ સંસ્થાની વિવિધ સામાજીક સેવાઓમાં  અગ્રેસર રહી કાર્ય બજાવતાં કાર્યકરોની સ્મૃતિઓ મંચ પર કંડારવામાં આવી હતી. આ સંદેશને અનુરૂપ સંસ્થાના સદગુરુવર્ય સંતો પૂ. વિવેકસાગર સ્વામીએ બી.એ.પી.એસ. સંસ્થાના પાયામાં રહેલા કાર્યકરોના સમર્પણ અને બલિદાનને કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષે બિરદાવ્યું હતું.

બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર પૂ. ઈશ્વરચરણ સ્વામીએ આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને રાષ્ટ્રનો ઉત્કર્ષવ અને વિકાસ માટે દરેક નાગરિકની ફરજ રૂપે મતદાન કરવા અનુરોધ કર્યો હતો. અને પૂ. ડૉક્ટર સ્વામીએ આજના ફૂલદોલ ઉત્સવના મદધ્યવર્તી વિચાર ‘અંતર અક્ષરધામ’ વિષયક હૃદયસ્પશી અને મનનીય પ્રસંગો કહ્યા હતા. પ.પૂ. મહ્તસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, ‘આપણે સૌ દિવ્ય અને અંતરના રંગે રંગાવા માટે અહીં આવ્યા છીએ. ત્યારબાદ ઉત્સવની ચરમસિમા , જેમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે અક્ષરપુરૂષોત્તમ પૂજન કરી, તેમને પિચકારીથી રંગે રંગ્યા હતાં. ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ધ્ય અર્પણ કર્યું હતું. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ્રસાદીના રંગથી સૌ પ્રથમ વડીલ સદગુરુ સંતોને રંગ્યા હતા અને સંતોએ કલાત્મક હારતોરાથી તેઓને વધાવ્યા હતા. ત્યારબાદ શરૂઆત થઈ અવિસ્મરણીય રંગોત્સવની જેમાં હરિભક્તો પંક્તિબદ્ધ થઈ આનંદથી ઝુમતા ઝુમતા સ્વામીસ્રીની સન્મુખ આવતા હતા. સ્વામીશ્રી તેમને મંચની સમીપ પધારી વવિધ ૬ આધુનિક પિચકારી દ્વારા રંગોથી તરબોળ કરતા હતા.

આ રીતે ઉપસ્થિત તમામ હરિભક્તોને પ.પૂ.મહંતસ્વામી મહારાજે પિચકારીથી કેસુડાના રંગે અને અધ્યાત્મના રંગે રસ તરબોળ કર્યા હતા. સૌના મુખે પર રંગે રંગાયાની પ્રસન્નતા દેખાતી હતી. સમગ્ર પરિસરમાં આનંદ, ઉત્સાહ અને ભકિતભાવનાં તરંગો ઝીલાઈ રહ્યાં હતાં. આ વિશાળ ઉત્સવ બી.એ.પી.એસ. સંસ્થાના સંતો અને હરિભક્તોના કુશળ આયોજનથી સફળતાપૂર્વ સંપન્ન થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વરરાજાએ કર્યુ હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ

આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્

આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી