ભાવવધારો/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો,આ શહેરોમાં વટાવી 100ની સપાટી

આજે ફરી   પાછો  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  વધારો થતો જોવા મળી રહ્યો છે . સરકારી  ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેશન આજે એક લિટર પેટ્રોલમાં 17 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ચાલુ મહિનામાં બારમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો […]

Business

આજે ફરી   પાછો  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  વધારો થતો જોવા મળી રહ્યો છે . સરકારી  ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેશન આજે એક લિટર પેટ્રોલમાં 17 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ ચાલુ મહિનામાં બારમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. ચાલુ મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને પગલે એક લિટર પેટ્રોલના ભાવમાં કુલ 2.81 રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 3.34 રૂપિયાનો વધારો થયો છે

આજના ભાવવધારાને પગલે દિલ્હીમાં ડીઝલનો ભાવ 84 રૂપિયાને પાર થઇ ગયો છે જ્યારે મુંબઇમાં પેટ્રોલનોે ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આજના ભાવ વધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 93.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.07 રૂપિયા થઇ ગયો છે