બજેટ 2022/ બજેટમાં રોડ-રેલવેને મળી મોટી રાહત, રોડ અને રેલવે કનેક્ટિવિટીમાં કરાશે વધારો

આગામી 100 વર્ષ માટે માળખાકીય વિકાસ માટેના રોડમેપ પર કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ અનેક ખર્ચ કરાયો છે

Union budget 2025 Business
રેલવે અને હાઇવે બજેટમાં રોડ-રેલવેને મળી મોટી રાહત, રોડ અને રેલવે કનેક્ટિવિટીમાં

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી વર્ષો માટેની બ્લુ પ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે અને હાઇવે નિર્માણ માટે મોટી જાહેરાત કરી હતી.

  • રેલવે માટે PM ગતિશક્તિ યોજના લોન્ચ કરી
  • વંદે ભારત ટ્રેનો વધારશે રેલવેની ચમક
  • રેલવે 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ બનાવાશે

નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય અને રેલવે બજેટ રજૂ કરતા, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનની જાહેરાત કરી છે. સરકાર રોડ, રેલવે અને હવાઈ પરિવહનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. રેલવે 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ બનાવાશે. તે આગામી ત્રણ વર્ષમાં બાંધવામાં આવશે. આ માલસામાનની અવરજવરને વધુ ઝડપી બનાવશે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનનું સંક્ષિપ્ત વર્ણન આપતાં નાણામંત્રીએ કહ્યું કે આના દ્વારા સરકાર દેશમાં રોડ, રેલ, હાઇવે, બંદરો અને જાહેર પરિવહન પર જંગી રકમનું રોકાણ કરાશે.

  • 1 વર્ષમાં 25 હજાર કિમી હાઇવે નિર્માણનું લક્ષ્ય
  • એક વર્ષમાં હાઇવે નિર્માણ માટે 20 હજાર કરોડ

આ સાથે આગામી 100 વર્ષ માટે માળખાકીય વિકાસ માટેના રોડમેપ પર કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ અનેક ખર્ચ કરાયો છે અને હવે તેમાં આગામી એક વર્ષમાં 25 હજાર કિમીનો હાઇવે બનાવવાનો નિર્ધાર કરાયો છે. જે માટે મોદી સરકારે બજેટમાં હાઈવેના વિસ્તરણ પર 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

  • કાર્ગો ટર્મિનલ નિર્માણ પાછળ વિશેષ ધ્યાન
  • 8 નવા રોપવેનો પણ અપાયો ઓર્ડર

આ સાથે આગામી 3 વર્ષ દરમિયાન 100 પ્રાઈમ ડાયનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. આ મેટ્રો સિસ્ટમના નિર્માણ કરવા માટે ખાસ નવીન રસ્તાઓ પણ બનાવાશે. નાણાકીય વર્ષ 2022-23માં 8 નવા રોપવેનો ઓર્ડર આપવામાં આવશે. રોપ-વેનો ઓર્ડર પીપીપી મોડલ પર આપવામાં આવશે.

 

બજેટ 2022 / ટ્વિટર અને ફેસબુક પર મીમ્સનો વરસાદ, લોકો શેર કરી રહ્યા છે ‘હાલ-એ-બજેટ’

કિશન ભરવાડ હત્યા કેસ / મૌલાના કમરગની ઉસ્માની ચલાવે છે તહરિક-એ-ફરોગ ઇસ્લામ નામનુ સંગઠન, જે યુવાનોને શીખવે છે કટ્ટરતા

બજેટ 2022 / માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે, બજેટમાં યોગ્ય સુધારા કરો નિર્મલાબેન..! : વિરજીભાઈ ઠુમ્મર