ગુજરાત/ દેવળીયા નજીકથી સાડા ત્રણ લાખથી વધુનાં મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર રાજ્યમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર છે, ત્યારે આવા કપરા સમયે પણ અમુક લોકો પોતાની હરકતોને છોડી શકતા નથી. આ સંકટનાં સમયે પણ રાજ્યમાં જ્યા દારૂ બંદી છે ત્યા દારૂની ખેપ ખુલ્લેઆમ થઇ રહી છે. પરંતુ પોલીસની સતર્કતા આવા ઘણા લોકોનાં ઇરાદાને નષ્ટ કરી દે છે. નિશ્વાર્થ સેવા: ધ્રાંગધ્રાનાં જેસડા ગામનાં […]

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર છે, ત્યારે આવા કપરા સમયે પણ અમુક લોકો પોતાની હરકતોને છોડી શકતા નથી. આ સંકટનાં સમયે પણ રાજ્યમાં જ્યા દારૂ બંદી છે ત્યા દારૂની ખેપ ખુલ્લેઆમ થઇ રહી છે. પરંતુ પોલીસની સતર્કતા આવા ઘણા લોકોનાં ઇરાદાને નષ્ટ કરી દે છે.

નિશ્વાર્થ સેવા: ધ્રાંગધ્રાનાં જેસડા ગામનાં એડવોકેટની ગાયો માટે અનોખી સેવા

ઝાલાવાડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવા લખતર તાલુકો જાણે હબ બન્યો હોય તેવો ઘાટ જોવા મળે છે. હજી દારૂનો મોટો જથ્થો પકડાયો હોવાના અખબારી અહેવાલની શાહી સુકાઈ નથી. ત્યાં ફરી સ્વીફ્ટ કારમાં લખતર-લીંબડી રોડ પર આવેલ દેવળીયા-તાવી વચ્ચે દારૂ લખતર પોલીસે ઝડપ્યો હોવાનું જાણવા મળે છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર લખતર પોલીસનાં પી.એસ.આઇ.નાં માર્ગદર્શન હેઠળ નરેન્દ્રસિંહ કાસેલા, મેરૂભાઈ ખટાણા, સરદારસિંહ પરમાર સહિતની ટીમ તલસાણા આઉટપોસ્ટનાં વિસ્તારમાં હતી. તે દરમ્યાન તાલુકાનાં દેવળીયાથી તાવી તરફનાં રોડ ઉપર જતી સ્વિફ્ટ કારની તપાસી લેતાં તેમાંથી દારૂની 153 નંગ બોટલ કિં.રૂ.45,900/- મળી આવી હતી. ત્યારે તેની સાથે બે આરોપીઓ 1) દિનેશકુમાર ચોતારામજી ખીલેરી તથા 2) પ્રકાશશીંગ તેજમાલસિંહ કલાદી ને મોબાઈલ બે નંગ કિં.રૂ.1000/- તથા સ્વિફ્ટ કાર નં-1 કિં.રૂ.3,50,000/- તથા દારૂ કિં.રૂ.45,900/- સહિત કુલ 3,96,900/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.