Not Set/ અમદાવાદમાં હિસ્ટ્રીશીટર બિલ્ડર નજીર વોરા પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું

અમદાવાદ: અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આજે રવિવારે સવારે નમાજ પઢવા માટે ઘરેથી મસ્જિદ તરફ જઈ રહેલા ગુનાહિત ભૂતકાળ ધરાવતા બિલ્ડર એવા નજીર વોરા ઉપર કારમાં આવેલા ત્રણ શખ્સ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. હુમલાખોરોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ નસીબજોગે નજીર વોરાને કોઈ ઈજા પહોંચી ન હતી. આ મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની […]

Top Stories Ahmedabad Gujarat Trending
Two rounds firing on history sheeter cum builder Najir Vora in Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આજે રવિવારે સવારે નમાજ પઢવા માટે ઘરેથી મસ્જિદ તરફ જઈ રહેલા ગુનાહિત ભૂતકાળ ધરાવતા બિલ્ડર એવા નજીર વોરા ઉપર કારમાં આવેલા ત્રણ શખ્સ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. હુમલાખોરોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ નસીબજોગે નજીર વોરાને કોઈ ઈજા પહોંચી ન હતી. આ મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે મિસા મસ્જિદમાં બિલ્ડર નજીર વોરા નમાજ પઢવા માટે ગયો હતો. નમાજ પઢવા માટે પોતાના ઘરેથી મસ્જિદ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે વરના કારમાં ત્રણ શખ્સો આવ્યા હતા. આ ત્રણ શખ્સોએ નજીર વોરા કઈ સમજે તે પહેલાં જ ધડાધડ બે રાઉન્ડ ફાયરીં કરીને ફરાર થઈ ગયા હતા. જો કે નજીર વોરાના સદનસીબે તેને કોઈ જાતની ઈજા પહોંચી ન હતી.

જુહાપુરા વિસ્તારમાં વહેલી સવારના સમયે મસ્જિદની પાસે જ નજીર વોરા પર ફાયરિંગની ઘટના બનતા લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્ડર નજીર વોરા પોતાની પત્નીનું ટુવ્હીલર લઈને નમાજ પઢવા આવ્યા હતા. નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળીએ ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

આ ઘટના અંગે નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા મુજબ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની નમાજ પઢવા માટે નજીર વોરા જુહાપુરા વિસ્તારમાં આવેલી મિસા મસ્જિદની નજીક આવેલા પોતાના બંગલોમાંથી બહાર નીકળીને ટુ વ્હીલર પર નીકળ્યા હતા. ત્યારે સફેદ વરના કાર લઈને આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પહેલાં તો તેમના ટુ વ્હિલરને કારથી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બચી જતાં કારમાં આવેલા શખ્સોએ તેમની ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા.

આ અંગે નજીર વોરા દ્વારા વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડર કમ હિસ્ટ્રિશીટર નજીર વોરા પર હુમલામાં પોલીસે શંકાના આધારે ફરિયાદ નોંધી છે. નજીર વોરા અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જમીન અને ધાકધમકી આપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે.

નજીર આજે સવારે નમાજ પઢવા ગયો હતો ત્યારે તેના પર ફાયરિંગ થયું હતું. તેના પર થયેલા ફાયરિંગ પાછળ કઈ અંગત અદાવત છે કે બીજું કોઈ કારણ છે તે જાણવા માટેના પ્રયાસ કરવામાં પોલીસ સક્રિય બની છે.

એટલું જ નહીં, આ ઘટના અંગે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવીના ફૂટેજ મેળવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે.