Not Set/ મ્યુકર માઈકોસિસનાં દર્દીઓ માટે રાહતનાં સમાચાર, અહીં મળશે પડતર કિંમતે ઇન્જેકશન

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

Top Stories Gujarat Trending
  • સિવિલ હોસ્પિ.માંથી મળી રહેશે ઇન્જેકશન
  • એમ્ફોટેરિસીન-બી ઇન્જેકશન મળી રહેશે
  • સિવિલમાં પડતર કિંમતે મળશે ઇન્જેકશન
  • દર્દીઓએ ડોક્યુમેન્ટ મેઇલ કરવાનાં રહેશે
  • જથ્થાને આધારે કરાશે ઇન્જેકશનનું વિતરણ
  • અમદાવાદ અસારવા સિવિલથી મળશે ઇન્જેકશન

પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. [email protected] પર મોકલવાના રહેશે.

ડોક્યુમેન્ટ્સ લીસ્ટ 
• સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી
• દાખલ દર્દીના કેસની વિગત(તબીબના પ્રિસ્ક્રીપ્શન(અસલ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
• દર્દીના આધારકાર્ડની નકલ
• મ્યુકરમાઇકોસીસના નિદાનની વિગત
• સારવાર આપતા તબીબનો ભલામણપત્ર
• હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાની રહેશે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ આઇ.ડી[email protected] ઉપર દર્દીની માહિતી મોકલી આપવાની રહેશે. વ્યક્તિગત ઇમેલ કે ઓફિશિયલ આઇ.ડી. સિવાય અન્ય ઇમેલ પરથી આવેલ ડેટાને માન્ય રાખવામાં આવશે નહી.

આ ઇમેલ મળ્યેથી મળેલ માહિતીનું સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઇ.એન.ટી. વિભાગ, ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે. ખરાઇ કર્યા બાદ જ Amphotericin B(Lyophillised) ઇન્જેકશન ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેકશનની ફાળવણી અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલ થી જાણ કરવામાં આવશે.

Gujarat: Four held for black-marketing of injection used to treat mucormycosis - The Week

જાણ થયેલ હોસ્પિટલ દ્વારા તેમના અધિકૃત વ્યક્તિને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન માટે ફોટો આઇ.ડી. પ્રુફ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવેલ સરનામે બપોરે 3 થી 5 કલાકમાં મોકલી શકશે.

સરનામુ- એમ્ફોટેરેસીન બી ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર
ઓ.પી.ડી. બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ , અસારવા અમદાવાદ.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ પ્રમાણે જ Amphotericin B(Lyophillised) ઇન્જેશનનું પેમેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદનાં એકાઉન્ટમાં ઓનલાઇન અથવા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતેના કેશ કાઉન્ટર નંબર 12 ખાતે કેશ જમા કરાવવાનું રહેશે.
ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતા જથ્થાની ઉપલ્ધતાના આધારે જ ઇન્જકેશનનું વિતરણ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ ખાતે Amphotericin B(Lyophillised) ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પર સંપૂણ માહિતી મેળવી શકાશે.