Not Set/ ભાવનગરમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખના ભાજપ પર આકરા પ્રહાર

ભાવનગર જિલ્લા કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ સીદસરની સરદાર પટેલ સ્કૂલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે શક્તિસિંહે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ખેડૂતોની સ્થિતિ, બેરોજગારી, સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર, ભાવવધારો સહિત અનેક મુદ્દાને લઈને ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. આ […]

Top Stories Gujarat Others

ભાવનગર જિલ્લા કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ સીદસરની સરદાર પટેલ સ્કૂલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે શક્તિસિંહે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ખેડૂતોની સ્થિતિ, બેરોજગારી, સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર, ભાવવધારો સહિત અનેક મુદ્દાને લઈને ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. આ સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.

અમિત ચાવડાએ નાફેડના મામલે સરકારને ઘેરી હતી. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, ભાજપની ચૂંટણીની ખોટી વાતો પણ નાની નાની જગ્યાએ પહોંચાડો, તેમણે કહ્યું કે, સરકાર સામે કોંગ્રેસ આક્રમકતા સાથે મેદાનમાં આવે. તેમણે ટેકાના ભાવને એક નાટક ગણાવ્યું હતું. ખેડૂતોને ષડયંત્ર રચીને મગફળી વેંચવા માટે મજબૂર કરવામાં આવે છે.