Not Set/ કોરોનાની સાથે નવી આફત, દાદરા નગર હવેલીમાં પણ બ્લેક ફંગસનો પગપેસારો,નોંધાયા 4 દર્દી

સમગ્ર ભારત દેશ આજે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે અને આ બીમારીના કારણે દેશભરમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે,

Gujarat Others

સમગ્ર ભારત દેશ આજે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે અને આ બીમારીના કારણે દેશભરમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે, ત્યારે આ મહામારી વચ્ચે દેશમાં બ્લેક ફંગસ નામની બીમારીએ કહેર મચાવી દીધો છે. આ નવો રોગ આજે દેશના મોટાભાગના રાજ્યોમાં કહેર મચાવી રહ્યો છે, ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસે પગપેસારો કર્યો છે.

દાદરા નગર હવેલીમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસના કુલ ૪ કેસ નોંધાયા છે, જેમાંથી સેલવાસમાં આવેલા શ્રી વિનોબાભાવે હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસવાળા બે દર્દીના ઓપોરેશન કરાયા છે. જ્યારે અન્ય ચાર જેટલા દર્દીઓમાં પણ મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જોવા મળ્યા છે. બીજી બાજુ દાદરા નગર હવેલીમાં મ્યુકોરમાઇકોસીસ બ્લેક ફંગસના દર્દીઓ ધીમે-ધીમે સામે આવતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : કાયદાની એસિતેસી, કોરોના કહેર વચ્ચે હવન યોજાયો, ૧૦૦થી વધુ લોકો જોડાયા

આપને જણાવી દઈએ કે, બ્લેક ફંગસ એ બિમારી નવી નથી અને સમય પર સારવાર મળતા દર્દી સારા થઇ જાય છે. આ બિમારી અગાઉ કેન્સરની દવા લેતા દર્દીઓ તેમજ જેઓનું સુગર લેવલ અસંતુલિત હોય એવા દર્દીઓમાં જોવા મળતી હતી. હાલ કોવિડની સારવાર દરમિયાન જેઓને ઇન્ફેકટેડ ઓક્સિજન બોટલ વાળા દર્દીઓમાં પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :વલસાડમાં અંધશ્રદ્ધાના નામે ગઠીયાએ કરી ઠગાઈ, દાદીને 100 વર્ષ જીવડાવવાની વિધિ કરી પડાવ્યા લાખો રૂપિયા

આ પણ વાંચો : સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ચાર વર્ષ બાદ પણ અધૂરી, લાભાર્થીઓ ખાય રહ્યા છે ધરમ ધક્કા