IPL/ ILP -14 ની બાકીની મેચની તારીખ આવી ગઈ, આ તારીખે યોજાઈ શકે છે ફાઇનલ 

બીસીસીઆઈએ તેના પરનો પડદો હજી સુધી હટાવ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, 29 મેના રોજ બીસીસીઆઈની વિશેષ સામાન્ય સભા (એસજીએમ) માં આઈપીએલ -14 ફરીથી શરૂ કરવાની તારીખની જાહેરાત કરી શકાય છે.

Trending Sports

કોરોના સંક્રમણ ને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) ની 14 મી સિઝન  મોકૂફ રાખવામાં આવી છે.  વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 લીગની 14 મી આવૃત્તિની 31 મેચ રમવાની બાકી છે. આ મેચ ક્યારે રમાશે, બીસીસીઆઈએ તેના પરનો પડદો હજી સુધી હટાવ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, 29 મેના રોજ બીસીસીઆઈની વિશેષ સામાન્ય સભા (એસજીએમ) માં આઈપીએલ -14 ફરીથી શરૂ કરવાની તારીખની જાહેરાત કરી શકાય છે. દરમિયાન, બેઠકના થોડા દિવસો પહેલા બીસીસીઆઈના એક અધિકારીએ મહત્વપૂર્ણ માહિતી આપી છે.

IPL 2021: BCCI adamant to continue as 4 players pull out of IPL 2021

અધિકારીએ ‘સ્પોર્ટ્સ ટુડે’ને પુષ્ટિ આપી હતી કે આઈપીએલની 14 મી સીઝન 19-20 સપ્ટેમ્બરથી ફરી શરૂ થઈ શકે છે. સીઝનની બાકીની 31 મેચ યુએઈમાં યોજાય તેવી સંભાવના છે. જુદા જુદા દેશોના ક્રિકેટ બોર્ડ અને આઈપીએલની ફ્રેન્ચાઇઝી વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર ટૂર્નામેન્ટની અંતિમ મેચ 10 ઓક્ટોબરના રોજ રમી શકાય છે. આઈપીએલ -14 ની બાકીની 31 મેચ 21 દિવસમાં રમાશે. આ 21 દિવસોમાં, 10 ડબલ હેડરો, 7 દિવસ મેચ અને 4 પ્લે-ઓફ મેચ હશે.

IPL 2021 Postponed: Everything You Need to Know

ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડથી 15 સપ્ટેમ્બરે યુએઈ પહોંચશે. તેઓ અહીં ક્વોરેન્ટાઇનમાં ત્રણ દિવસ રોકાશે. તે જ સમયે, અન્ય દેશોના ખેલાડીઓ સીધા કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) થી IPL ની ટીમ સાથે જોડાઈ જશે.  આપને  જણાવી દઈએ કે સીપીએલ 28 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર દરમિયાન રમવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીપીએલને તેના નિર્ધારિત સમય કરતા પહેલા સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે.

IPL 2021: Fans gear up to become the virtual 12th man

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 12 ઓગસ્ટે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટે લીડ્સમાં યોજાશે. ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી લંડનના ઓવલ ગ્રાઉન્ડ પર થશે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં થશે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના રોજ પૂરો થશે. 15 સપ્ટેમ્બરે, ટીમ ઇન્ડિયા યુએઈ પહોંચી શકે છે અને ત્યાં ત્રણ દિવસના ક્વોરેન્ટાઇનમાં રહેશે.  આઈપીએલ -14 તેના બીજા દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરી શકાય છે.

IPL 2021 Schedule, New Dates And New Venues, Points Table, Orange Cap, Time Table, Team List And All You Need To Know

અત્રે ઉલ્લેખનીય છે કે IPL ટીમના પ્લેય્ર્માંકોરોના કેસ સામે આવ્યા બાદ IPLની 14 મી સીઝન 4 મે સુધી મુલતવી રાખવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મેચ રમવામાં આવી હતી. આઈપીએલ -14 મુલતવી થાય ત્યાં સુધી, દિલ્હી કેપિટલ્સ 8 મેચોમાં 6 જીત સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 5 મેચ જીતીને બીજા ક્રમે છે. વિરાટ કોહલીની અધ્યક્ષતાવાળી આરસીબી 5 મેચ જીતી ચૂકી છે અને તે ત્રીજા સ્થાને છે.