Not Set/ ડોમિનિકામાં ઝડપાયો ભાગેડુ મેહુલ ચોક્સી, ત્રણ દિવસ પહેલા એન્ટિગુઆથી હતો ફરાર

ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી, જે મધ્ય અમેરિકન દેશ એન્ટિગુઆથી અચાનક ગાયબ થઈ ગયો હતો, તે પડોશી દેશ ડોમિનિકામાં મળી આવ્યો છે

Top Stories World

ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી, જે મધ્ય અમેરિકન દેશ એન્ટિગુઆથી અચાનક ગાયબ થઈ ગયો હતો, તે પડોશી દેશ ડોમિનિકામાં મળી આવ્યો છે. જ્યાંથી તેને ફરીથી એન્ટિગુઆ લાવવાની તૈયારી ચાલી રહી છે. તેને ડોમિનીકાના ગુનાહિત તપાસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.  મેહુલ ચોક્સી પીએનબી કૌભાંડનો આરોપી છે, જેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. એન્ટિગુઆથી તેના ક્યુબા ભાગી  જવાના સમાચાર હતા.

ચોક્સી પર પીએનબી કૌભાંડનો આરોપ છે
ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (પીએનબી) ના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળી 1300 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનો ગુનો છે.  નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. સીબીઆઈ બંને સામે તપાસ કરી રહી છે.

PNB-accused Mehul Choksi goes missing in Antigua, family claims no clue |  India News,The Indian Express

ભત્રીજા પહેલા પણ નીરવ મોદી પર પહેલા જ કાનૂની સકંજામા ફસાઈ ચુક્યો છે. 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે થોડા સમય પહેલા જ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીની 14 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ ઉપરાંત તેના ભત્રીજા અને ગુનાના ભાગીદાર નીરવ મોદીને યુનાઇટેડ કિંગડમ (યુકે) કોર્ટનો મોટો આંચકો મળ્યો છે. કોર્ટે મોદીને કોઈ છૂટ આપવાનો ઇનકાર કર્યો છે. વેસ્ટમિંસ્ટર કોર્ટના ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજીએ સ્પષ્ટ કહ્યું હતું કે નીરવને દોષી ઠેરવવા જરૂરી પુરાવા છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે નીરવ મોદીએ પુરાવા ભૂંસી નાખવા અને સાક્ષીઓને ધમકાવવાનું કાવતરું ઘડ્યું હતું.