દક્ષિણ -પશ્ચિમ ઇંગ્લેન્ડની પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે પ્લાયમાઉથ શહેરમાં ગોળીબારની ઘટના માં શંકાસ્પદ હુમલાખોર સહિત છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ડેવોન અને કોર્નવોલ પોલીસે ટ્વિટર પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે શહેરના કીહામ વિસ્તારમાં બે મહિલાઓ અને બે પુરુષો મૃત હાલતમાં મળી આવ્યા હતા અને અન્ય એક ઘાયલ મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ફાયરિંગની ઘટનામાં આ તમામને ગોળી વાગી હતી. શંકાસ્પદ હુમલાખોરે ગોળીબાર દરમિયાન પોતાને ગોળી મારી હોવાનું પણ બહાર આવ્યું છે. આ હુમલાખોર તેના સ્થાનિક વિસ્તારમાં જેક ડેવિસન તરીકે જાણીતો હતો.
પોલીસે તેને ગંભીર ઘટના જાહેર કરી છે,પોલીસે વિસ્તારને કોર્ડન કરી દીધું છે પોલીસના નિવેદન અનુસાર, ડેવોન અને કોર્નવોલ પોલીસ એ વાત પર ભાર મૂકવા માંગે છે કે આ આતંકવાદ સાથે જોડાયેલી કોઈ ઘટના નથી. આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને પોલીસ ઘટનાના સંદર્ભમાં અન્ય કોઈની શોધ કરી રહી નથી.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને ટ્વિટ કર્યું હતું કે, “મારા વિચારો પ્લાયમાઉથમાં ગત રાત્રે થયેલી ભયાનક ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર અને મિત્રો સાથે છે.”
