બાંગ્લાદેશના સુકાની તમીલ ઇકબાલ પર શ્રીલંકા સામે ઢાકામાં રમાઇ રહેલી ત્રીજી વન ડેમાં ભિભત્સ ભાષા બોલતાં તેના પર 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આઇસીસીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આઇસીસીના ખેલાડીઓ અને સહયોગી સભ્યો સામે આચાર સંહિતા મામલે દોષી ગણવામાં આવ્યાે છે.તમીમે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અભદ્રનો ઉપયોગ કર્યો હતો.
આ દંડ સાથે, તમિમના શિસ્તના રેકોર્ડમાં ડીમેરિટ માર્ક જોડાયો છે. જ્યારે કોઈ ખેલાડી 24 મહિનાની અંદર ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઇન્ટ પ્રાપ્ત કરે છે, ત્યારે તેને સસ્પેન્શનનો સામનો કરવો પડે છે. શુક્રવારે બાંગ્લાદેશની ઇનિંગ્સની 10 મી ઓવરમાં આ ઘટના બની હતી જ્યારે તેની વિકેટ પાછળની કેચની અસફળ સમીક્ષા બાદ તમિમે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો.
તમિમે તેની ભૂલ બદલ માફી માંગી લીધી છે અને તેથી હવે તેની સામે કાર્યવાહી કરવાની જરૂર નથી. ઓન-ફિલ્ડ અમ્પાયર શરફુદ્દૌલા ઇબિન શાહિદ અને તનવીર અહેમદ, ટેલિવિઝન અમ્પાયર ગાઝી સોહેલ અને ચોથા અધિકારી મસુદુર રહેમાને તમિમ સામે આરોપો લગાવ્યા હતા. એક સ્તર હેઠળ આવતા આવા ઉલ્લંઘનો માટે લઘુતમ દંડ એ સત્તાવાર ઠપકો છે જ્યારે મહત્તમ દંડ મેચ ફીના 50 ટકા વત્તા એક કે બે ડિમેરિટ પોઇન્ટ છે.
