Not Set/ શંકરસિંહ બાપુ સાથે મુલાકાત બાદ ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલની ધરપકડ

શંકરસિંહ વાઘેલાની એના ખાતે યોજાયેલ બેઠકમાં સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ ખાસ કરીને ભેગા થનાર ખેડૂતોની સંખ્યાનો ખ્યાલ રખાયો હતો. તેમ છતાં સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ કે જેના ઘરે બાપુ આવ્યા હતા. તેમની  કોરોના જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરાઈ છે.

Gujarat Surat

તાઉ તે વાવાઝોડાના પગલે ગુજરાતમાં ખેતીમાં હજારો કરોડનું નુકશાન થવા પામ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં નુકશાનીનો સર્વે કરવા નીકળેલા ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પલસાણા તાલુકાના એના ગામે આવ્યા હતા , જ્યાં ખેડૂતો સાથે બેઠક કરી નુકશાનીની પરિસ્થિતિ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

એક તરફ કોરોનાની મહામારી, ફંગલ અને વધુમાં તાઉ તે  વાવાઝોડાએ જનજીવન પર ખાસી અસર કરી છે , તૌકતે વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાતમાં હાજરો કરોડનું નુકશાન થયું છે. ખેતી માં ખેડૂતોના ઉભા પાકો સુઈ જતા ખેડૂતો પણ પાયમાલ થયા છે ત્યારે સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ તો જાહેર કર્યા પરંતુ એ સહાય આવેશે ક્યારે ? અને બીજી તરફ નુકસાની સામે સરકાર દ્વારા 10 ટકા રકમ પણ સહાયની જાહેર કરવામાં આવી નથી.

જેને પગલે ગુજરાતના માજી મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પોતે ગુજરાતના પ્રવાસે નીકળી અને ખેતીમાં નુકસાનીનો સર્વે હાથ ધર્યો હતો. દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન શંકરસિંહ વાઘેલા આજ રોજ પલસાણા તાલુકાના એના ગામે રહેતા સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલના ઘરે આવ્યા હતા, જ્યાં ખેડૂત અગ્રણીઓ સાથે મુલાકાત લઈ તાઉ તે  ના કારણે થયેલ નુકશાની બાબતે માહિતી લીધી હતી.

શંકરસિંહ વાઘેલાની એના ખાતે યોજાયેલ બેઠકમાં સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ ખાસ કરીને ભેગા થનાર ખેડૂતોની સંખ્યાનો ખ્યાલ રખાયો હતો. તેમ છતાં સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ કે જેના ઘરે બાપુ આવ્યા હતા. તેમની  કોરોના જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરાઈ છે. પલસાણા પોલીસે પરિમલ પટેલની અટક કરી જામીન પર મુક્ત પણ કર્યા છે. માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પરીમાંલ્પતેલના ગામમાં તેમના ઘરે ખેડૂતને થયેલા નુકસાનનો  અંદાજ  બાબતે બેઠક યોજી હતી. બેઠકમાં જૂજ સંખ્યામાં ખેડૂતો હાજર હતા. શંકરસિંહ વાઘેલાના એનાથી નીકળ્યા બાદ તરત જ પરિમલ પટેલની અટક કરવામાં આવી હતી.