કંગના રનૌતના બોડીગાર્ડ કુમાર હેગડેની દુષ્કર્મના આરોપસર કર્ણાટકથી ધરપકડ કરવામ આવી છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારના કેસમાં કુમાર હેગડે વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે શનિવારે મુંબઇ પોલીસની ટીમે કુમાર હેગડેને માંડ્યાના હેગદહલ્લીથી ધરપકડ કરી છે, પ્રાપ્ત વિગતો અનુસાર 30 વર્ષની બ્યુટિશિયન દ્વારા હેગડે વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો . જેમણે આરોપ લગાવ્યો હતો કે હેગડે તેની સાથે લગ્ન કરવાનું વચન આપી બળાત્કાર ગુજાર્યો હતો.
એફઆઈઆર મુજબ હેગડે ગત વર્ષે જૂનમાં પીડિતા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આરોપીએ લિવ-ઇન રિલેશનશિપ માં રહેવા પણ જણાવ્યું હતું. જેના માટે પીડિતાએ સંમતિ આપી હતી, બંને એકબીજાને 8 વર્ષથી ઓળખે છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પીડિતાએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી, પરંતુ આરોપીએ તેની સાથે દબાણ કર્યું હતું, અને પીડિતાએ આરોપ પણ લગાવ્યો હતો કે હેગડે એ તેની માતા બીમાર છે અને એમની પાસે જવા માટે 50,000 રૂપિયા ઉધાર લીધાં હતાં. અને બસ ત્યારથી તે પીડિતાના સંપર્કમાં નહોતો.
