અલ્પેશ ઠાકોર રાજનીતિમાં આવ્યાં પછી તેમના પર આરોપોનો વરસાદ થઇ ગયો છે. માંડલ જિલ્લાના સીતાપુરના વતની નવઘણજી ઠાકોરે આકરાં આક્ષેપો કર્યા છે અને અલ્પેશના કાર્યોની એક પત્રિકા બનાવી ફરતી કરી છે. આ પત્રિકા સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે. યુવાને અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવા ઉપરાંત બહુ રૂપિયા હોવાનું પણ જણાવ્યું છે.

નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર મોટી મોટી વાતો કરે છે, સમાજના લોકોને રોજગારી સહિતની બાબતે લડી મદદ કરવાની વાતો કરે છે, મને રિવોલ્વર બતાવી ધમકી આપ્યાનો અલ્પેશ ઠાકોર પર આરોપ લાગ્યો છે. અલ્પેશ ઠાકોરે મારી જમીન પચાવી પાડી છે અને હાલ કોર્ટમાં તે અંગે કેસ ચાલી રહ્યો છે.
