નિમણુક/ છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષણ સહાયકોની શાળા ફાળવણી અને નિમણુક હુકમો અપાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઇન કાર્યક્રમ કરી સમગ્ર રાજ્યમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુક પત્ર એનાયત કર્યા હતા.

Gujarat Others

@જયદિપ પરમાર, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઇન કાર્યક્રમ કરી સમગ્ર રાજ્યમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુક પત્ર એનાયત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજયમાં કાર્યરત ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માઘ્યમિક શાળઓમાં શિક્ષણ સહાયક તરીકે 2,938  શિક્ષકોને નિમણુક પત્ર એનાયત કરાયા હતા.

દેશમાં બેરોજગારી / કોરોનાની બીજી લહેરે છીનવી કરોડો લોકોની નોકરી, અંદાજે 97 ટકા પરિવારોની આવકમાં થયો ઘટાડો

કાર્યક્રમ દરમિયાન દરેક જિલ્લાનાં પ્રતિનિધિ તરીકે જિલ્લામાંથી એક એક શિક્ષણ સહાયક ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આવનારી પેઢીનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ પ્રસંગે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં થયેલી શિક્ષણ સહાયકોની નિમણૂક અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલભાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કલેકટર અને અન્ય મહાનુભાવો દ્વારા નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ એક સંકટ / ચીને ફરી ચિંતા વધારી, અહી બર્ડ ફ્લૂનાં કોઈ ખાસ સ્ટ્રેનથી માનવીય સંક્રમણનો પહેલો કેસ નોંધાયો

નવ નિયુક્ત શિક્ષણ સહાયકો જિલ્લાને શિક્ષણની નવી ઊંચાઈએ લઈ જશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. નિમણુક પત્ર એનાયત વેળાએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ રીતે ભરતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. એસ. વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. પવાર, પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નવનિયુક્ત શિક્ષણ સહાયકો, શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.