ભગવાન બાદ લોકો વિશ્વાસ કરતા હોય તો તે છે ડૉક્ટર. ત્યારે કોરોના કાળમાં ડૉક્ટરોએ ભગવાનનું સ્વરૂપ બનીને લોકોની સારવાર કરતા જોવા મળે છે.ડૉક્ટર પર લોકો આંધળો વિશ્વાસ કરતા હોય છે.ત્યારે આ વિશ્વાસનો કેટલાક લોકોએ ખોટો ફાયદો ઉડાવ્યો છે. આખા ગુજરાતમાંથી 53 ઝોલાછાપ તબીબ પકડાયા છે.
કોરોના કાળનો ફાયદો ઉઠાવતા નકલી તબિબોને પોલીસે ઝડપી પાડ્યાં છે.. આવા ગુજરાતમાં એક નહી પણ 53 જેટલા ડૉક્ટરો પોલીસી ઝડપી પાડ્યાં છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 53 નકલી ડોક્ટરો ઝડપાયા છે. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે.
આ પણ વાંચો : ગીરની કેસર કેરીની મહેક પ્રસરી સાત સમુંદર પાર, હવે ઈટાલીના લોકો માણશે સ્વાદ
કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.તા. 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તારીખ 1 એપ્રિલથી તા 31 મે સુધીમાં રાજ્યમાં કુલ 53 બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યાં છે. 53 ગુના નોંધીને પોલીસે 57 આરોપીને ઝડપી લેવાયા છે.
આ પણ વાંચો :માનવ અધિકાર નિગરાની સમિતિ અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસનાં સહયોગથી કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો
તા. 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તારીખ 1 એપ્રિલથી તા 31 મે સુધીમાં રાજ્યમાં કુલ 53 બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યાં છે. 53 ગુના નોંધીને પોલીસે 57 આરોપીને ઝડપી લેવાયા છે.મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવેલા શખ્સો કોઈ જ ડિગ્રી વગર ગામડાના લોકોને તબીબી સારવારના નામે એલોપથી દવા આપતા હતા.
આ પણ વાંચો :છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષણ સહાયકોની શાળા ફાળવણી અને નિમણુક હુકમો અપાયા

