ગુજરાત/ પાટડીનાં ચાર શાળાનાં એક જ મેદાનમાં 1,100થી વધુ વૃક્ષોની હરીયાળી

અંદાજે 25000 ચોરસ વારમાં ફેલાયેલા પાટડીના મેદાનમાં આવેલી ચાર શાળાના મેદાનમાં કુલ 1637 વિદ્યાર્થીઓ સામેં 1121 વૃક્ષો આવેલા છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

અંદાજે 25000 ચોરસ વારમાં ફેલાયેલા પાટડીના મેદાનમાં આવેલી ચાર શાળાના મેદાનમાં કુલ 1637 વિદ્યાર્થીઓ સામેં 1121 વૃક્ષો આવેલા છે. આથી આ તમામ ચારેય શાળાઓમાં 40 થી 45 ડીગ્રી સુધીના તાપમાનમાં પણ એસી ન હોવા છતાં બહાર કરતા વર્ગમાં તાપમાન 2 ડીગ્રી ઓછું જોવા મળે છે. આ ચારેય શાળાની કમ્પ્યુટર લેબમાં પણ અેસીની જરૂર પડતી નથી. અગાઉ અહીંના મેદાનમાં રાજ્ય કક્ષાનો કબડ્ડી રમતોત્સવ યોજાયો હતો.

પાટડી ખારાઘોડા રોડ પર અંદાજે 25000 ચોરસ વારમાં ફેલાયેલા મેદાનમાં એક હાઇસ્કુલ, એક કન્યાશાળા અને બે પ્રાથમિક શાળાઓ આવેલી છે. અને આ ચારેય શાળાઓમાં મળીને કુલ 1637 વિદ્યાર્થીઓ ધોરણ એકથી બારનો અભ્યાસ કરે છે. પાટડીના આ ચારેય શાળાઓની મુલાક‍ાત લો તો તમને શાળા અને મેદાનના ફરતે હવા સાથે વાતો કરતા લહેરાતા ઘટાદાર વૃક્ષોની લાઇનબધ્ધ હારમાળા જોવા મળે છે. બીજી બાજુ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં ઝાલાવાડના અન્ય વિસ્તાર કરતા ગરમી સવિશેષમાં પડે છે. આ વર્ષે આકરા ઉનાળામાં ગરમીનો પારો છેક 45 થી 47 ડીગ્રીએ પહોંચવા પામ્યોં હતો. હાલમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ પવન અને વાવાઝોડાના પગલે ગરમીનો પારો નીચે ગયો છે. ત્યારે પાટડીના અેક જ મેદાનમાં આવેલી ચારેય શાળાના એક પણ રૂમ કે ઓફિસમાં એસી નથી. આ ચારેય શાળાના મેદાનમાં લહેરાતા 1637 વૃક્ષોના લીધે બહાર કરતા શાળાના વર્ગોમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. દિવ્યભાસ્કરની ટીમેં બપોરે બે કલાકે કરેલી જાત તપાસમાં બહારનું તાપમાન 41.2 ડીગ્રી હતુ. અને અે જ સમયે શાળાન‍ા વર્ગોમાં તાપમાન 39.1 ડીગ્રી નોંધાયું હતુ.

શાળા             ધોરણ            વિદ્યાર્થીઓ       વૃક્ષો સુરજમલજી

હાઇસ્કુલ         9થી12             850                500
રઘુવિરસિંહજી
પ્રા.શાળા          1થી5              188                126
નાનુબાપ‍ા
કન્યાશાળા        1થી5              178                145
સુરજમલજી
પ્રા.શાળા          1થી10            421                350
——–           ——-
કુલ                                         1637             1121

અમારી હાઇસ્કુલમાં લહેરાતા અંદાજે 500 જેટલા વૃક્ષો માટે ભૂતપૂર્વ આચાર્ય ભગવાનભાઇ સહિતના આચાર્ય સહિતના શિક્ષકોનો બહોળો ફાળો છે. અહીં અંદાજે 10000 ચો.વારમાં ફેલાયેલુ વિશાળ મેદાન છે. જે સુરેન્દ્રનગર જીલ્લાનું સૌથી મોટું અને વિશાળ મેદાન છે. અહીં અગાઉ રાજ્યકક્ષાનો કબડ્ડી રમતોત્સવ પણ યોજાયો હતો. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસથી શાળાના મેદાનમાં અને શાળા બહાર લહેરાતા લાઇનબધ્ધ વૃક્ષોની હારમાળાથી હરીયાળી ક્રાંતિ સર્જાઇ છે. અને અેમાં અમારી શાળાના નિવૃત શિક્ષક હર્ષદભાઇ જોશીનો પણ સિંહ ફાળો છે. અમારી કન્યાશાળામાં કોઇ શિક્ષક કે વિદ્યાર્થીનીનો જન્મ દિવસ હોય એ દિવસે એક છોડનું શાળાના જ મેદાનમાં વાવેતર કરવામાં આવે છે અને એ છોડને ઉછેરવાની જે તે શિક્ષક કે વિદ્યાર્થીનીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. શાળાના મેદાનની ફરતે અને શાળાના પ્રાંગણમાં લહેરાતા વૃક્ષો વાલીઓની સાથે બહારથી શાળાની મુલાકાતે આવતા અધિકારીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. રીસેશમાં શાળાના ભુલકાઓ આ વૃક્ષોની છાયામાં બેસીને નાસ્તો કરે છે.