પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ હવે લગ્ન કરવા જઇ રહ્યા છે. બાબર આઝમ પોતાના કઝીન સાથે લગ્ન કરવા જઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. એટલે કે, બાબર આઝમ તેના કાકાની પુત્રી સાથે લગ્ન કરશે. જોકે, બાબર આઝમ હાલમાં લગ્ન કરશે નહીં. આ સંબંધની પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન આવતા વર્ષે થશે. જિઓ ન્યૂઝનાં પરથી લગ્નનાં સમાચાર બહાર આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા એક મહિલાએ બાબર આઝમ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ વાંસળી વગાડી ચાહકોને આપ્યું સરપ્રાઈઝ, પૂછ્યું ગીતનું નામ ?
આ અગાઉ પાકિસ્તાન ટીમનાં કેપ્ટન બાબર આઝમ પર પાકિસ્તાની મહિલા દ્વારા જાતીય સતામણી અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ચેનલ 24 ન્યૂઝ એચડી પર બતાવેલા પ્રેસ કોન્ફરન્સમાં મહિલાએ દાવો કર્યો હતો કે બાબર આઝમે 10 વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું અને તેણીને ગર્ભવતી પણ બનાવી હતી. મહિલાએ કહ્યું છે કે બાબરે તેને લગ્નનું વચન આપ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, અમારા સંબંધો ત્યારથી છે જ્યારે આઝમ ક્રિકેટર પણ ન હતો. તે મારી સાથે સ્કૂલમાં ભણતો હતો અને અમે એક જ વિસ્તારમાં રહેતા હતા. તેણે 2010 માં મને પ્રપોઝ કર્યું હતું અને મેં તે સ્વીકાર્યું હતું. તેણે કહ્યું હતું કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અમે લગ્ન વિશે વિચાર્યું. અમે અમારા પરિવારોને કહ્યું પણ તેઓએ ના પાડી. તેથી 2011 માં અમે ભાગ્યા અને તે મને કહેતો રહ્યો કે આપણે કોર્ટમાં લગ્ન કરીશું. અમે ઘણા ભાડાનાં મકાનોમાં રોકાયા, પણ તે લગ્ન કરવાનો ઇનકાર કરતો રહ્યો.

ઇંગ્લેન્ડ પ્રવાસ 2021 / 4 મહિના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે ટીમ ઇન્ડિયા, પરિવારને સાથે જવાની મંજૂરી
મહિલાએ કહ્યું હતું કે, જ્યારે તે પાકિસ્તાનની ટીમમાં સિલેક્ટ થયો નહતો ત્યારે તે આઝમનો ખર્ચ ઉઠાવતી હતી અને તે પછી પણ ઉઠાવતી રહી હતી. તેણે કહ્યું કે, 2014 માં પાકિસ્તાનની ટીમમાં તેની પસંદગી થતાં જ તેની વર્તણૂક બદલાઈ ગઈ હતી. પછીનાં વર્ષે, મેં પૂછ્યું કે ચાલો હવે લગ્ન કરી લઇએ પરંતુ તેણે ના પાડી દીધી. તેણે કહ્યું કે, 2016 માં મેં કહ્યું હતું કે હું ગર્ભવતી છું, તેઓએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દીધુ અને મારું શારીરિક શોષણ કર્યું. મેં આ બધું મારા પરિવારને કહ્યું નહીં કારણ કે અમે ઘરેથી ભાગી ગયા હતા. મહિલાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે બાબર આઝમે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

