ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શિખર ધવન આ દિવસોમાં માત્ર બેટિંગ કરી રહ્યો નથી, પરંતુ આ ખેલાડી સંગીત, કવિતા અને નૃત્યમાં પણ પોતાનો હાથ અજમાવે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય એવા શિખર ધવને એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે વાંસળી વગાડતો જોવા મળી રહ્યો છે. ધવનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
https://www.instagram.com/tv/CPIaU-PJlZm/?utm_source=ig_web_copy_link
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતાં ધવને લખ્યું કે, આત્મા માટે સંગીત, શાંત રહો, સકારાત્મક રહો. તમે અનુમાન કરી શકો છો કે તે કયું ગીત છે? ” તેનો આ વીડિયો લગભગ 8 લાખ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં ધવન તેના ઘરની બાલ્કનીમાં પલંગ પર બેઠેલ વાંસળી વગાડતો જોઇ શકાય છે. વરસાદી માહોલ દરમિયાન ધવન પ્રખ્યાત ગઝલ ગાયક જગજીત સિંહની પ્રખ્યાત ગઝલ ‘હોઠો સે છુ લો તુમ …’ ની ધૂન વગાડી રહ્યો છે.
https://www.instagram.com/p/CPfygC5CUCu/?utm_source=ig_web_copy_link
બીજી તરફ ધવને વધુ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક પ્રેરણાત્મક કવિતા સંભળાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતાં ધવને કેપ્શન આપ્યું છે કે, “રવિવાર કવિતા માટે છે. આ અબરાર કાશીફ જીની એક કવિતા છે, જે મારા પ્રિય છે. “ધવનના આ વીડિયો પર ચાહકોએ ભારે પસંદ અને ટિપ્પણી કરી છે.
તમને જણાવી દઈએ કે જ્યારે ભારતીય ટીમ આ વર્ષે જુલાઈમાં શ્રીલંકા જશે ત્યારે ધવન તે ટીમનો એક ભાગ બનશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકા સામેની શ્રેણીમાં ધવનને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

