ભારતીય ટીમ આજે એટલે કે શનિવાર 15 જાન્યુઆરીથી અંડર 19 વર્લ્ડકપ 2022નાં અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. યશ ધૂલની કપ્તાનીવાળી ભારતીય ટીમને આ મેગા ઈવેન્ટનાં ગ્રુપ બી માં રાખવામાં આવી છે, જેમાં યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડની ટીમો પણ સામેલ છે. 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પોઈન્ટ ટેબલમાં પોતપોતાના ગ્રુપમાં ટોચની બે ટીમ પ્લેઓફ અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે.
આ પણ વાંંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર
ભારતે આજે પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે. વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારતની ટીમને ખિતાબની દાવેદાર માનવામાં આવી રહી છે, કારણ કે આ ટૂર્નામેન્ટ પહેલા ભારતની ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં અંડર 19 એશિયા કપમાં ખિતાબ જીત્યો હતો. આ જ કારણ છે કે ભારતની ટીમ ICC અંડર 19 વર્લ્ડકપમાં ટાઈટલ જીતવાની દાવેદાર છે. જોકે, આ માટે ખેલાડીઓએ ઘણી મહેનત કરવી પડશે. અંડર-19 વર્લ્ડકપ 2022નાં લીગ તબક્કામાં ભારતનો સામનો આયર્લેન્ડ સામે થશે, ત્યારબાદ 19 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા અને ત્યારબાદ 22 જાન્યુઆરીએ યુગાન્ડા સામે ટકરાશે. ભારતીય ટીમ માટે ગ્રુપ બી માંથી આગળની સફર સરળ દેખાઈ રહી છે. માનવામાં આવે છે કે ભારતીય ટીમ ત્રણમાંથી બે મેચ સરળતાથી જીતી જશે. જો ભારત દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવશે તો ભારત ગ્રુપ બી માં ત્રણમાંથી ત્રણ મેચ પણ જીતી શકે છે.
ગ્રુપ B માં ટીમ ઈન્ડિયાની મેચ
15 જાન્યુઆરી – દક્ષિણ આફ્રિકા
19 જાન્યુઆરી – આયર્લેન્ડ
22 જાન્યુઆરી – યુગાન્ડા
આ પણ વાંચો – સુનાવણી / પત્નીની જાણ વગર ફોન કોલ રેકોર્ડ કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે કે કેમ, સુપ્રીમ કોર્ટ કરશે નક્કી
અંડર-19 વર્લ્ડકપનાં ઈતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2000, 2008, 2012 અને 2018માં 4 વખત ખિતાબ જીત્યો હતો. આજથી 16 ટીમો વચ્ચે ટાઈટલ જીતવાની જંગ શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ આ વખતે ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. 2020માં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી. અગાઉ 2018માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને છેલ્લી વખત વર્લ્ડકપ જીત્યો હતો.
