Not Set/ નજીવી બાબતમાં યુવક પર તલવાર ચાકુથી હુમલો કરી લોહી લુહાળ હાલતમાં અપહણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, ઓઢવ વિસ્તારમાં સિંગરવા ખાતે યુવક પર ધારિયા તથા તલવારથી હુમલો કર્યો હતો એટલું જ નહીં લોહી લુહાણ હાલતમાં કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ ઢોર માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને છાડી મૂક્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અપહરણ સહિતની કલમ મુજબ છ શખ્સો […]

Ahmedabad
a man in live in relation with a woman has been attacked by five people including her Husband

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, ઓઢવ વિસ્તારમાં સિંગરવા ખાતે યુવક પર ધારિયા તથા તલવારથી હુમલો કર્યો હતો એટલું જ નહીં લોહી લુહાણ હાલતમાં કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ ઢોર માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને છાડી મૂક્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અપહરણ સહિતની કલમ મુજબ છ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસઇન્સ્પેકટર,આર.જી.જાડે જાના જણાવ્યા મુજબ ઓઢવ વિસ્તારમાં સુવાસ ઓરમ સામે શિવદર્શન સોસાયટીમાં રહેતા અને છૂટક મજુરી કરતા નિરજભાઇ ઓમપ્રકાશસિંગ ભુમિહાર (ઉ.વ.21)એ ભગવતીનગર ખાતે રહેતા સહદેવ રણજીતસિંહ દરબાર અને રણજીતસિંહ દરબાર તથા વાસુભાઇ તેમજ નિરંજન બારોટ તથા હાર્દિક બારોટ અને શૈલેભાઇ સામે ફરિયાદ નોધાવી છે કે ફરિયાદી તા.30ના રોજ પોતાના મિત્ર સાથે ઓઢવ સિંગરવા રોડ પર પાનના ગલ્લા પાસે રાતે 8 વાગે ઉભા હતા.

આ સમયે અગાઉ થયેલી તકરારની અદાવત પાર પાડવા માટે ભગવતી નગર ખાતે રહેતો સહદેવ તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને તું કેમ અહી આવે છે, દાદો થઇ ગયો છે, તેમ કહીને તકરાર કરવા લાગ્યો હતો અને તેના મિત્રો તથા પિતાને પણ ફોન કરીને બોલાવ્યા હતા. બે કારમાં આવેલા શખ્સોમાં એકના હાથમાં ધારિયું અને ધોકા તથા તલવાર હતી મારા દીકરા સાથે કેમ તકરાર કરે છે કહીને આરોપીના પિતાએ ધારિયાથી હુમલો કર્યો હતો.

બીજા લોકોએ ધોકા તથા ગડદાપાડુનો માર મારીને તલવારથી પણ હુમલો કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેમ છતાં ખેંચીને કારમાં બેસાડીને રણજીતસિંહના ગામ બાડોદ ખાતે લઇ ગયા હતા. ત્યાં ગોંધી રાખીને માર મારીને ધમકી આપી હતી કે સહદેવ સાથે તકરાર કરીશ તો જાનથી મારી નાંખીશું, આ સમયે પોલીસ તથા ફરિયાદીના મિત્રો આવી જતાં યુવકને છોડાવીને અમદાવાદ સિવિલમાં સારવાર માટે દાખલ કર્યો હતો યુવકને ફ્રેકચર થયું હોવાથી હાલમાં તે સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે ઓઢવ પોલીસે છ આરોપી સામે અપહરણ, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.