છેલ્લા દોઢ વર્ષથી વધારે સમયથી દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાનો દેશમાં હવે છેલ્લો પડાવ હોય તેવું વર્તમાનના આંકડા જોતાં લાગી રહ્યું છે.24 કલાકમાં 2 લાખથી વધુ દર્દીઓએ કોરોના ને હરાવી અને રિકવરી પ્રાપ્ત કરી છે.સમગ્ર દેશ માટે એ બાબત મહત્વપૂર્ણ ગણી શકાય કે 20.15 લાખ ટેસ્ટ છતાં કેસ ઘટ્યાં છે.

24 કલાકમાં સવા લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે, તેમજ એક્ટિવ કેસ હવે એક્ટિવ ટોચની સપાટીએથી 20 લાખ ઘટયા હોવાનું નોંધવામાં આવ્યું છે, જે સવા સત્તર લાખ થવા પામ્યા છે.દેશમાં કુલ કેસ હવે 2.84 કરોડને પારપહોંચ્યા છે.આ ઉપરાંત મૃત્યુઆંક પર કરીએ તો વધુ 2897 લોકોના મોત નિપજ્યા છે.આ સાથે જ કુલ મૃત્યુઆંક 3. 38.013 થયો છે.
વિવિધ રાજ્યોમાં કોરોનાના નવા કેસના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ તામિલનાડુમાં 25.317 કેસ, કેરળમાં 19.661 કેસ,કર્ણાટકમાં 16,387 કેસ,મહારાષ્ટ્રમાં 15,169 કેસ, આંધ્રપ્રદેશમાં 12.768 કેસ,પશ્ચિમ બંગાળમાં 8923 કેસ,ઓરિસ્સામાં 8399 કેસ નોંધાયા છે.


