Suicide/ હળવદમાં યુવાને અગમ્ય કારણસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

કોરોનાએ લોકોના ધંધા વેપારના ચક્ર તો બગાડયા જ છે સાથે સાથે લોકોને બેરોજગાર અને કરજદાર પણ કરી દીધા છે જેના કારણે ડિપ્રેશનમાં આવી જઈને આપઘાતની તરફ જવા માટે ઘણા લોકો અત્યારે વિચારી રહ્યા છે તો કેટલાકએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે. આ સિવાય વધતી મોંઘવારી, બીમારી, આર્થિક પરિસ્થથતિ તેમજ પ્રેમ લગ્નમાં અસફળતાને કારણે રાજ્યમાં આપઘાતના […]

Gujarat

કોરોનાએ લોકોના ધંધા વેપારના ચક્ર તો બગાડયા જ છે સાથે સાથે લોકોને બેરોજગાર અને કરજદાર પણ કરી દીધા છે જેના કારણે ડિપ્રેશનમાં આવી જઈને આપઘાતની તરફ જવા માટે ઘણા લોકો અત્યારે વિચારી રહ્યા છે તો કેટલાકએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે. આ સિવાય વધતી મોંઘવારી, બીમારી, આર્થિક પરિસ્થથતિ તેમજ પ્રેમ લગ્નમાં અસફળતાને કારણે રાજ્યમાં આપઘાતના કિસ્સામાં ઓછીતો વધારો આવ્યો છે.

તાજેતરની જો વાત કરીએ તો આજ રોજ હળવદ શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર શહેરના ભવાની નગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર છતાં રેલવે ટ્રેક પર શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઇ દેવશીભાઇ ઉઘરેજા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધીધામથી અમદાવાદ જતી માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે મૃતક યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી સામે આવ્યું નથી.