Not Set/ ચોટીલા દ્વારા તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત શીયાળબેટમાં રાશન કીટ પહોંચાડવામાં આવી

હાલમાં આવેલા તાઉતે વાવાઝોડાનાં કારણે દરિયાકાંઠાનાં વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ઉના, મહુવા અને તળાજાનાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ- સુરેન્દ્રનગર

હાલમાં આવેલા તાઉતે વાવાઝોડાનાં કારણે દરિયાકાંઠાનાં વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ઉના, મહુવા અને તળાજાનાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. અહીનાં લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી તથા ખેતી હોઈ હાલ તેઓ બેરોજગાર બન્યા છે.

સુરેન્દ્રનગર: ખેડૂતે રણની બંજર જમીનમાં 66 હજાર ઊંટ મોરડનાં દુર્લભ છોડનું કર્યુ સફળ વાવેતર

આ બાબતની નોંધ લઈને રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા પીપાવાવ પોર્ટ નજીક આવેલ શિયાળબેટમાં વસતા 101 પરિવારોને રાશનકિટ તથા બાળકો માટે બિસ્કિટ તથા નાસ્તો આપી નાના ભૂલકાઓને રાજી કર્યા હતા. ચોટીલાનાં લોકોને અપીલ કરીને એકઠું કરેલું રાશન અને નાસ્તો લઈને યુવાઓ વાહન મારફતે પીપાવાવ અને ત્યાંથી બોટનો સહારો લઈને દરિયા વચ્ચે આવેલા શિયાળ બેટ ટાપુ પર રહેતા પરિવારોને રાશનકીટ પહોંચતી કરી હતી. આ સેવા કાર્ય માટે ચોટીલા શહેર તેમજ ચોટીલા તાલુકા ગ્રામ્ય વિસ્તારનાં લોકો દ્વારા રાશન કીટ માટે મદદ કરવામાં આવી હતી.

આગોતરૂ આયોજન: અહો આશ્વર્યમ…રણનો અગરીયો ચાર મહિના પીવાનું પાણી જમીનમાં દાટીને આવે છે ઘરે

આ કાર્યને સફળ બનાવવા રામ-રહીમ ફાઉન્ડેશનનાં પ્રમુખ મોહસીનખાન પઠાણ, ફેઝલભાઈ વાળા, મેહુલભાઈ ખંધાર, અરમાનખાન પઠાણ, જયેશભાઇ મકવાણા, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, નીરાલિબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, રોનકભાઈ બોડાણા, કાળુભાઇ શિયાળીયા, જૈનમભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.