Recipe/ કઢી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ જુવારના મૂઠીયા, જાણી લો કયા લોટમાંથી બનાવવાથી વધશે સ્વાદ

જુવારના મૂઠીયા બનાવવા માટેની રીત…

Food Lifestyle

દક્ષિણ ગુજરાતમાં જુવારનુ વધુ ચલણ વધુ જોવા મળે છે. કદાચ ત્યાંની કુદરતી આબોહવાને લીધે જુવાર માફક આવતુ પણ હશે. તેમજ અડદ દાળ સાથે તો જુવારના રોટલા તો ઘણી વખત ખાધાં હશે, પરંતુ આજે ટ્રાય કરીશું જુવારના મૂઠીયા.

જુવારના મૂઠીયા બનાવવા માટેની સામગ્રી:-
1 વાટકી જુવાર
નાની વાટકી રવો
ઘઉં નો કરકરો લોટ
1 નાની વાટકી પૌવા
1 વાટકી બારીક કાપેલ મેથી ભાજી
1 વાટકી પાલક બારીક સમારેલ
2 ચમચા દહીં
વઘાર માટે તેલ
હીંગ
અજમો
તલ

જુવારના મૂઠીયા બનાવવા માટેની રીત :-
ગેસ પર પેન મા ચડિયાતું તેલ નાખી હીંગ, હળદર , આદુમરચાની પેસ્ટ,લસણ આદુની પેસ્ટ ,અજમો , નાખી તતડે એટલે બેઉ કાપેલી ભાજી નાખી સીઝવા દેવું, બાદ બે ચમચી ખાંડ નાખી ગેસ બંધ કરી હૂંફાળું થાય એટલે જુવાર લોટ, ઘઉં નો લોટ, પલાળેલ પૌવા, બે ચમચા દહીં નાખી લોટમાં બધુ મિક્સ કરી 20 મીનીટ રેસ્ટ આપવો. 20 મીનીટ પછી મૂઠીયાના ડો ઉપર અર્ધી નાની ચમચી ખાવાનો સોડા નાખી બધુ મિક્સ કરી રોલ વાળી બાફવા મુકવું , બાદ ચડી જાય એટલે ઠંડા પડે બાદ કાપીને રાઈ, જીરુ , તલ , કરી પતા નાખી વાઘરી કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.👌🏻