ગુજરાતમાં લેવજેહાદની ઘટના અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં વડોદરાની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ યુવાને લગ્ન કર્યા હોવાની ઘટના બની હતી. હવે ફરી એકવાર વડોદરામાં લવ-જેહાદની શ્રઘટના સામે આવી છે. મુસ્લિમ યુવાને 15 વર્ષિય હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી શારિરીક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
વડોદરા ના છાણી માં રહેતી 15 વર્ષીય સગીરાને 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે પ્રેમજાળ માં ફસાવી સતત 23 મહિના સુધી શારીરિક સંબંધો બાંધ્યા હતા.જેનું અપહરણ કરીને તેના વતન બિહારમાં લઈ જતા આ અંગે નોંધાયેલી બાદ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. બીજી તરફ વિધર્મી યુવકે સગીરાને દુષ્કર્મ અને અપહરણ કર્યું હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનો છાણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં અને સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારને સોંપી હતી.
આ પણ વાંચો :સબ સલામતના દાવા વચ્ચે ગાંધીનગરમાં આવેલું MAL ક્વોટર્સ પણ સલામત નથી
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતી 10માં ધોરણનો અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ પોલીસમાં મૂળ બિહાર દરભંગાના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમાનતે તેને પ્રેમજાળમાં ફસાવી અમાનતે તેને ત્રણ મહિના અગાઉ લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેને માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને પણ લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :રાજકોટમાં માસ્કનો દંડ ન ભરવા માટે એક દંપતી રોડ પર કર્યો આ રીતે વિરોધ
અમાતુલ્લાહ 20 વર્ષનો છે અને તે મૂળ બિહારના દરભંગાનો છે. થોડા સમયથી તે રણોલી વિસ્તારમાં મિકેનિકનો વ્યવસાય કરતો હતો. ત્યાં જ તેણે સગીરાને જોઇ હતી જે બાદ તેને વાતોમાં ફસાવી હતી. ગઇ તા.2જી જૂને સાંજે તેણે પીડિતાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તે બે દિવસે દરભંગા ખાતેના વતનમાં પહોંચ્યો હતો. અમાતુલ્લાહ સગીરાને લઇને ઘેર પહોંચ્યો કે તેના ભાઇએ તત્કાળ તેને ફ્લાઇટમાં બેસાડી પરત મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો :જીને કે લિયે સોચા હી નહી…. ગીત ગાઇ કિશોરે ટુંકાવ્યું જીવન
