કોરોના વાયરસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સરકાર દ્વારા પણ આ ઘાતક વાયરસને નાથવા માટે જરૂરી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે, જેમાં માસ્ક પહેરવું પણ ફરજીયાત છે. પરંતુ સરકારની આ ગાઈડલાઈન્સ બાદ પણ દેશમાં અમુક લોકો માસ્ક પહેરતા નથી અને પોલીસ જયારે દંડ ફટકારે છે, ત્યારે બોલાચાલી કરતા હોય છે.
આ જ પ્રકારની એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં માસ્કનો દંડ વસુલવા મામલે લોકો ગુસ્સામાં આવી ગયા છે. રાજકોટના આમ્રપાલી બ્રિજ પાસે માસ્કનો દંડ ભરવા બાબતે દંપતીએ રોડ પર બેસીને વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો :જીને કે લિયે સોચા હી નહી…. ગીત ગાઇ કિશોરે ટુંકાવ્યું જીવન
મળતી માહિતી મુજબ, રાજકોટમાં આવેલા આમ્રપાલી બ્રિજ પાસેથી એક દંપતી પસાર થઈ રહ્યું હતું, ત્યારે આ સમયે રસ્તામાં ઉભેલા પોલીસ જવાનોએ દંપતીને રોક્યું હતું અને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવા માટે કહ્યું હતું. પરંતુ દંપતીએ દંડ ભરવાને લઇ વિરોધ કર્યો હતો અને બંને રસ્તા પર બેસી વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો :ધ્રાંગધ્રામાં મિત્રની બહેનનાં લગ્નમાં હાજરી આપવા નીકળેલા પાંચ પૈકી બે મિત્રોનું કમકમાટીભર્યુ મોત
આપને જણાવી દઈએ કે, દેશભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કાળમાં જ્યાં માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે, પરંતુ ત્યારબાદ પણ લોકો માસ્ક પહેરતા નથી ત્યારે દંડ વસુલવાના મામલે પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણના બનાવો બનતા રહ્યા છે.
આ પણ વાંચો :વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવો નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ચોરીનો રાફડો ફાટ્યો
