ટેકનોલોજી/ ડીપફેક ટેકનિક આવનારા સમયમાં પોર્ન ઇન્ડસ્ટ્રી માટે સાબિત થશે મહામારી, જાણો તેના વિશે

આજનો યુગ ટેકનોલોજીથી સુસજ્જ છે. આજે દુનિયામાં લગભગ તમામ સ્થળો પર ઇન્ટરનેટ છે. જ્યારે ત્રણ દાયકા પહેલા ઇન્ટરનેટ ન હતું, ત્યારે આ સમાજમાં અશ્લીલ કલ્ચર ના બરોબર હતુ. વિશ્વ વધુ ટેકનોલોજીની દ્રષ્ટીએ સૂક્ષ્મ બની રહી છે.

Ajab Gajab News

આજનો યુગ ટેકનોલોજીથી સુસજ્જ છે. આજે દુનિયામાં લગભગ તમામ સ્થળો પર ઇન્ટરનેટ છે. જ્યારે ત્રણ દાયકા પહેલા ઇન્ટરનેટ ન હતું, ત્યારે આ સમાજમાં અશ્લીલ કલ્ચર ના બરોબર હતુ. વિશ્વ વધુ ટેકનોલોજીની દ્રષ્ટીએ સૂક્ષ્મ બની રહી છે. પોર્નની દુનિયા પણ એ જ સ્તરે વિકસિત થઈ છે.

Interesting / સાયબેરિયામાં 24 હજાર વર્ષ સુધી ‘ઉંઘ’ લીધા બાદ જાગ્યુ આ સૂક્ષ્મ જીવ

હવે એક અગ્રણી કાનૂની નિષ્ણાતે દાવો કર્યો છે કે ડીપફેક પોર્નોગ્રાફી એ હવેનાં સમયમાં જાતીય શોષણની મહામારી સાબિત થઈ શકે છે. વર્ષો પહેલા, ચહેરો બદલવાની અને તેની ઇમેજમાં ફેરફાર કરવાના અહેવાલો આવ્યા છે, પરંતુ ડીપફેક ટેકનોલોજીને કારણે હવે વીડિયોમાં પણ આ જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવી રહી છે. આ તકનીક આવતા યુગમાં મહિલાઓ માટે હાનિકારક સાબિત થશે. ડીપફેક એ એક તકનીક છે જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ ચહેરા પર મૂકી શકાય છે. ચહેરો બદલી શકાય છે.

OMG! / એક મહિનામાં તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, મહિલાએ એક સાથે આપ્યો 10 બાળકોને જન્મ

ડીપફેક તકનીક એટલી અસરકારક છે કે તે જોઇને કોઇ કહી ન શકે કે શરીર કોઇ અન્યનું અને ફેસ કોઇ અન્યનો છે. જ્યારે ડીપફેક ટેકનોલોજી બજારમાં આવી ત્યારે ઘણા લોકોએ વિચાર્યું કે તેનાથી ફેક ન્યૂઝનાં કેસોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો કે, આ પહેલા પણ, આ તકનીકીનાં વધુ જોખમી પાસાઓ સામે આવવાનું શરૂ થયું. ડીપફેક્સ નિષ્ણાત હેનરી એજડર આ તકનીકીનાં વિકાસને ખૂબ નજીકથી અનુસરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ડીપફેકનો ક્રેઝ 2017 ની આસપાસ શરૂ થયો હતો. અગાઉ જ્યાં ડીપફેકને જટિલ દ્રશ્ય પ્રભાવો અને પ્રોગ્રામિંગની આવશ્યકતા હતી. હવે અમુક અંશે મોટાભાગનાં લોકો તે કરી શકે છે. તકનીકી પરિણામો કોમ્પ્યુટર કુશળતા પર આધારિત છે. 

OMG! / ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય

શેફિલ્ડમાં રહેતા હેલેન મોર્ટ લેખક છે. તેમણે પોતાની ડીપફેક તસવીરો બે વર્ષ પહેલા એક પોર્ન વેબસાઇટ પર જોઇ હતી. આ તસવીરો વર્ષ 2017 થી ઇન્ટરનેટ પર હતી. તે આ તસવીરો જોઈને ચોંકી ગયા હતા. હેલેને કહ્યું કે મારો કોઈ દોષ ન હોવા છતાં મને પોતાને શરમ આવતી હતી. જો કે હેલેન આ તસવીરો હટાવી ચુક્યા છે પરંતુ ઈંગ્લેન્ડમાં તસવીરો સાથે મેન્યુપુલેશન કરવુ એ હજી ગુનો માન્યો નથી. હેલેનને હજી સુધી ખબર નથી કે કોણે તેના ફોટાની છેડતી કરી હતી. ડરહમ યુનિવર્સિટીનાં પ્રોફેસર મેકગ્લાયને આ મામલે કહ્યું હતું કે, જોકે હાલમાં ડીપફેકનો શિકાર બનેલા લોકોની સંખ્યા અત્યારે બહુ ઓછી છે, પરંતુ જો આપણે તેના વિશે સંપૂર્ણ બેદરકારી દાખવીશું, તો તે ભવિષ્યમાં એક મોટી સમસ્યા બની શકે છે. તે એક મહામારીનું સ્વરૂપ લઈ શકે છે. જો આ તકનીક પર નિયંત્રિત કરી ન શકાયુ અને આ બદલવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો તો તે એક મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. તેને શોષણની મહામારી કહેવું ખોટું નહીં હોય.