દેશમાં કોરોનાના વળતા પાણી હોય તેવું લાગી રહ્યું છે. નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 85 હજાર પોઝીટીવ કેસ નોંધાયા છે.જ્યારે રિકવરી સવા લાખ નજીક નોંધવામાં આવી છે.
દેશમાં ત્રણ દિવસથી ઊંચો મૃત્યુઆંક જોવા મળી રહ્યો હતો તેને રાજ્યો ધીમે ધીમે સુધારી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે.વધુ 4,000 લોકોના મોત નિપજ્યા છે.આ સાથે કુલ મૃત્યુઆંક 3.67.097 પર પહોંચ્યો છે.એક્ટિવ કેસ ઘટીને 10.75 લાખ નોંધવામાં આવ્યા છે. કુલ કેસની સંખ્યા 2.93.58.033 થઇ છે.
દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના નવા કેસના આંકડા પર નજર કરીએ તોસૌથી વધુ તામિલનાડુમાં 15.759 કેસ, કેરળમાં 14.233 કેસ,મહારાષ્ટ્રમાં 11.766 કેસ, કર્ણાટકમાં 8249 કેસ, આંધ્રપ્રદેશમાં 8239 કેસ,ઓરિસ્સામાં 5235 કેસ, પશ્ચિમ બંગાળમાં 4883 કેસ,આસામમાં 3666 કેસ નોંધાયા છે.

