Politics/ જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી શકે છે મંત્રીમંડળમાં જગ્યા

સંસદનાં ચોમાસા સત્ર પહેલા મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. રાજ્યસભાનાં સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આમાં સ્થાન મળી શકે છે.

Top Stories India

સંસદનાં ચોમાસા સત્ર પહેલા મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. રાજ્યસભાનાં સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આમાં સ્થાન મળી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સિંધિયાને રેલ્વે મંત્રાલય અથવા માનવ સંસાધન વિભાગ આપી શકાય છે. આપને જણાવી દઈએ કે, મોદી સરકારમાં 60 પ્રધાનો છે, જ્યારે તેની સંખ્યા વધારીને 79 કરી શકાય છે.

ભારે વરસાદ / મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડએલર્ટ જાહેર

હાલમાં ઘણા મંત્રીઓ પાસે બે-ત્રણ મંત્રાલયો છે. એવું માનવામાં આવે છે કે કેટલાક યુવા ચહેરાઓને ફેરબદલમાં મંત્રીમંડળમાં શામેલ કરી શકાય છે. સિંધિયાની સાથે બે પૂર્વ મુખ્યમંત્રીઓ- મહારાષ્ટ્રનાં દેવેન્દ્ર ફડણવીસ અને આસામનાં સર્વાનંદ સોનોવાલને પણ કેબિનેટમાં સ્થાન મળવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. સિંધિયા સમર્થકોનાં વરિષ્ઠ નેતાનાં જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ મોદી કેબિનેટનું વિસ્તરણ થવાનું છે. આમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ નક્કી કરવામાં આવ્યું છે. સિંધિયાને રેલ્વે મંત્રાલય અથવા માનવ સંસાધન અથવા શહેરી વિકાસ મંત્રાલય પણ આપી શકાય છે. નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા બે વાર મંત્રીમંડળનો ભાગ રહી ચૂક્યા છે. મનમોહન સિંહ સરકારમાં તેમને કેન્દ્રીય માહિતી અને તકનીકી રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2009 માં સિંધિયાને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગેરવર્તણૂક / ગુસ્સામાં સ્ટમ્પ્સને લાત મારવી અને એમ્પાયર સાથે ખરાબ વર્તણૂક શાકિબ અલ હસનને ભારે પડ્યું

આપને જણાવી દઈએ કે, 49 વર્ષિય સિંધિયા 2002 માં કોંગ્રેસમાં જોડાયા હતા. 18 વર્ષ પછી, તેઓ આ વર્ષે માર્ચમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આ પછી, કોંગ્રેસનાં 22 ધારાસભ્યો પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા, જેમાંથી મોટાભાગનાં સિંધિયાને સમર્થન આપતા હતા. આ ધારાસભ્યોનાં રાજીનામાને કારણે મધ્યપ્રદેશ રાજ્યની તત્કાલીન કોંગ્રેસની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી, જેના કારણે કમલનાથે 20 માર્ચે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 23 માર્ચે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનાં નેતૃત્વમાં ભાજપ સરકારની રચના થઈ.