ધરતીકંપ/ મોડી રાત્રે દેશનાં 3 રાજ્યોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા

દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે.

Top Stories India
  • દેશના 3 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 થી 4.1
  • અસમ, મણીપુર અને મેઘાલયમાં ભૂકંપના આંચકા
  • મણીપુરમાં રાત્રે 1.06 કલાકે અનુભવાયો આંચકો
  • અસમમાં રાત્રે 2.40 કલાકે અનુભવાયો આંચકો
  • મેઘાલયમાં સવારે 4.20 કલાકે અનુભવાયો આંચકો

દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, શુક્રવારે સવારે દેશનાં ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સાંજે જમ્મુ-કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

કેબિનેટ વિસ્તરણ / કેન્દ્રીય કેબિનેટમાં ધરખમ ફેરફારના સંકેત, વરુણ ગાંધી અને ભૂપેન્દ્ર યાદવ સહિત આ ચહેરાઓને મળી શકે છે સ્થાન

શુક્રવારે જુદા જુદા સમયે શુક્રવારે દેશનાં 3 પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તેમાં આસામનાં સોનીતપુર, મણિપુરનાં ચંદેલ, મેઘાલયની પશ્ચિમ ખાસી હિલ્સનાં ક્ષેત્રનો સમાવેશ થાય છે. નેશનલ સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ સવારે 4.20 વાગ્યે મેઘાલયની પશ્ચિમ ખાસી હિલ્સમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી. આસામનાં સોનીતપુરમાં રાત્રે 2 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. અહીં તેની સૌથી વધુ તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. મણિપુરનાં ચંદેલમાં રાત્રે 1.06 વાગ્યે 3.04 ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.

રાહતલક્ષી નિર્ણય / ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસીની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય તો ગભરાશો નહીં, સરકારે ફરી લંબાવી તારીખ

આ પહેલા ગુરુવારે 11 દિવસમાં બીજી વખત જમ્મુ-કાશ્મીરમાં સાંજે 7.49 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.8 માપવામાં આવી. અત્યાર સુધી જૂન મહિનામાં જમ્મુમાં ત્રણ વખત ભૂકંપ આવી ચુક્યો છે. આ અગાઉ 6 જૂને, 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અગાઉ 31 મેનાં રોજ રાત્રે 9:54 વાગ્યે રાજધાની દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર રાજધાનીનાં રોહિણી વિસ્તારમાં નોંધાઈ હતી. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 માપવામાં આવી હતી. તે ઓછી તીવ્રતાનો ભૂકંપ હતો. તેનું કેન્દ્ર જમીનની અંદર 8 કિ.મી. હતું. આને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં સમાચાર મળતાની સાથે જ લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા.