Not Set/ તંત્રની બેદરકારીથી પ્રજા પરેશાન, હજીરાના કવાસ ગામ પાસે વરસાદી પાણી ભરાયા

સુરતના હજીરા સ્થિત ક્વાસ પાટિયા પાસે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અહી દર વર્ષે ચોમાસા દરમયાન પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. જેને લઈને ગામજનો ત્રાહિમામ

Gujarat

સંજય મહંત ,સુરત@ મંતવ્ય ન્યૂઝ

સુરતના હજીરા સ્થિત ક્વાસ પાટિયા પાસે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અહી દર વર્ષે ચોમાસા દરમયાન પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. જેને લઈને ગામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,સુરત શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. અને મનપાની પ્રી મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડે છે.

પરંતુ સુરતના છેવાડે આવેલા હજીરા વિસ્તારના કવાસ પાટિયા પાસે વર્ષો થી પાણી ભરાતા ગામ લોકો ત્રાહિમામ થઈ ચુક્યા છે,કવાસ  ગામ અને હઝીરા વિસ્તારના સ્થાનિકોને પાણીમાં જવા માટે ખુબ જ ગંભીર તકલીફ પડી રહી છે.આ અંગે અનેક રજુઆતો કરાઈ છે, પરંતુ સમસ્યાઓ જેમની તેમજ રહી છે. નેશનલ હાઇવેની બેદરકારી અહી સામે આવી રહી છે. દર વર્ષે સમસ્યા સર્જાઈ છે તેમ છતાં કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે.

અહીથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી [પડે છે અને ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ છે. ત્યારે હવે નેશનલ હાઇવે આ હાઇવે ઉપર પાણી નિકાલ કરશે કે કેમ કે પછી જેમ છે એમ પાણી યથાવત રહશે અને ગામ લોકો ને પાણી માં આવી રીતે જવું પડશે.