Politics/ મહારાષ્ટ્રમાં 2024 ની ચૂંટણીને લઇને કોંગ્રેસ ચિંતિત, રાઉતે કહ્યુ- જે એકલા લડવાનુ ઇચ્છે તે લડી શકે છે

2024 માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં એકલા ચૂંટણી લડી શકે છે.

Top Stories India

2024 માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં એકલા ચૂંટણી લડી શકે છે. જોકે, શિવસેના વિશે પણ આવી જ અટકળો કરવામાં આવી રહી છે. આવા અહેવાલો પર શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, અમારા મુખ્યમંત્રી અને પાર્ટીનાં વડાએ તેની પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે, સીએમ અને પાર્ટીનાં વડા કહે છે કે જો તે (કોંગ્રેસ) આ કરે તો આપણે શું કરી શકીએ, અમે થોડા બેસી રહીશું, જેઓ એકલા ચૂંટણી લડવાનું ઇચ્છે છે, તેઓ લડી શકે છે.

સોગંદનામું દાખલ / કોરોનાથી થયેલા મોત પર વળતર અંગે કેન્દ્ર સરકારે SC માં કહ્યુ- ન આપી શકાય 4 લાખ વળતર, જાણો શું આપ્યું કારણ

આપને જણાવી દઈએ કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના દમ પર સંપૂર્ણ બહુમતીની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસનાં આ દાવા અંગે શિવસેનાનું કહેવું છે કે ભાજપે પણ આવા દાવાઓ ઘણા કર્યા હતા, પરંતુ ભાજપનું ભાગ્ય સૌએ જોયું હતું. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કહ્યું છે કે ભાજપ 105 બેઠકો જીત્યા બાદ પણ રાજ્યમાં ભાજપની સરકાર બનાવી શકશે નહીં. આ પહેલા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ભવિષ્યમાં જો કોંગ્રેસ એકલા લડવાનું વિચારી શકે છે તો શિવસેના પણ કોઈપણ જોડાણ વિના ચૂંટણી લડી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પાર્ટીનાં 55 માં સ્થાપના દિવસે વર્ચુઅલ મીટિંગમાં આ વાત કહી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એકલા ચૂંટણી લડવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ હવે યોગ્ય સમય નથી, જ્યારે કોરોના મહામારી દરેક માટે એક પડકાર બની રહી છે, ત્યારે રાજકારણ પર આટલી બધી વાતો કરવી યોગ્ય નથી.

કોરોના મહામારી / આજે બે મહિનામાં સૌથી ઓછો મોતનો આંક નોંધાયો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી ઓછા કેસ

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર કોંગ્રેસનાં અધ્યક્ષ નાના પાટોલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, રાજ્યનાં આગામી મુખ્ય પ્રધાન કોંગ્રેસ પક્ષમાંથી હશે. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી મંજૂરી આપે તો તે પોતે રાજ્યનાં આગામી મુખ્ય પ્રધાનનો ચહેરો બનવા માટે તૈયાર છે.