આવતા વર્ષે એટલ કે 2022 માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પ્રવૃત્તિઓ તીવ્ર થવા લાગી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના આંતરિક ઝઘડા વચ્ચે ઝઝૂમી રહી છે, ત્યારે ભાજપ સાથે જોડાણ તોડ્યા પછી શિરોમણિ અકાલી દળ ખૂબ નબળી પડી ગઇ છે. આમ આદમી પાર્ટી તેનો લાભ લેવા માંગે છે. પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પંજાબ ગયા છે. જ્યા પૂર્વ આઈજી કુંવર વિજય પ્રતાપ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
Punjab, Amritsar | Former IG Kunwar Vijay Pratap joins Aam Aadmi Party, in the presence of Delhi CM and party leader Arvind Kejriwal. pic.twitter.com/Q95pfrOLbN
— ANI (@ANI) June 21, 2021
રાજકારણ / પી.ચિંદમ્બરમે જમ્મુ-કાશ્મીરને લઇને આજે જે કહ્યુ તે જાણી તમે પણ ચોંકી જશો
ગત વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનાર આપ આવતા વર્ષનાં વિધાનસભાની ચૂંટણીને લઇને કોઇ કસર છોડવા માંગતી નથી. તેથી જ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે આ મોરચો સંભાળી લીધો છે. વળી ભૂતપૂર્વ આઇજી કુંવર વિજય પ્રતાપનાં જોડાયા બાદ, આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનતી હોય તેવું લાગી રહ્યું છે. ભૂતપૂર્વ આઈજી કુંવર વિજય પ્રતાપ બેઅદબી ફાયરિંગ કેસની તપાસ કરી રહેલા એસઆઈટીનાં વડા રહી ચુક્યા છે. જણાવી દઈએ કે, આઈજી તરીકે પોસ્ટ કરાયેલા કુંવર વિજય પ્રતાપનાં તપાસ રેપોર્ટને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે રદ કર્યો હતો. આ પછી તેમણે તેમના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. હાલમાં આ કેસોની તપાસ માટે પંજાબ સરકારે નવી એસઆઈટીની રચના કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબનાં સીએમ કેપ્ટન અમરિંદર સિંહ વિરોધી પક્ષો તેમજ તેમના પક્ષનાં નેતાઓનાં નિશાના પર છે.
Aam Aadmi Party's CM candidate for Punjab will be from the Sikh community. It will be someone whom the whole of Punjab feels proud of: Aam Aadmi Party (AAP) leader & Delhi CM Arvind Kejriwal, in Amritsar pic.twitter.com/zvIHa21Xkx
— ANI (@ANI) June 21, 2021
કોરોના અપડેટ / દેશમાં 78 દિવસ બાદ કોરોનાનો આંકડો 7 લાખથી નીચે, સંપૂર્ણ લોકડાઉન હટાવનાર પ્રથમ રાજ્ય તેલંગાણા
વળી ભૂતપૂર્વ આઈજી કુંવર વિજય પ્રતાપ 1998 બેચનાં આઈપીએસ અધિકારી છે. કુંવર વિજય પ્રતાપસિંહ કોટકપુરા ફાયરિંગની ઘટનાની તપાસ કરી રહેલા વિશેષ તપાસ ટીમનાં વરિષ્ઠ સભ્ય હતા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એસઆઈટીનાં તપાસ અહેવાલને ફગાવી દીધો હતો અને નવી એસઆઈટી રચવાનો નિર્દેશ આપ્યો હતો. જે પછી કુંવર વિજય પ્રતાપે 12 એપ્રિલે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી, જેને મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પહેલા જ નકારી કાઢ્યુ હતુ પરંતુ પછીથી મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદથી કુંવર વિજય પ્રતાપસિંહનાં રાજકારણમાં પ્રવેશ થવાની ચર્ચાઓ ચાલી રહી હતી.

