કોરોના વાયરસ મહામારીની બીજી લહેરની ગતિ ધીમી થયા બાદ દેશમાં ફરી એકવાર લોકોનું જીવન પાટા પર પાછું ફરી રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’ના શૂટિંગનો આજે પહેલો દિવસ છે. અભિનેતાએ ડિરેક્ટર આનંદ એલ રાય સાથે એક નવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ તેની બહેન માટે ભાવનાત્મક પોસ્ટ પણ લખી છે.
આ ફોટામાં અક્ષય કુમાર પીળા કુર્તામાં જોવા મળી રહ્યો છે. કપાળ પર તિલક અને પાતળી મૂછો તેને દેશી લુક આપી રહી છે. ફિલ્મનો ડાયરેક્ટર પણ તેની સાથે બેઠો છે. અભિનેતાએ ફોટાના કેપ્શનમાં લખ્યું – ‘મારી બહેન અલકા જ્યારે મોટી થઈ ત્યારે મારો પહેલી મિત્ર હતી. તે સૌથી સહેલી મિત્રતા હતી. આાનંદ એલ રાયની રક્ષાબંધન તેમને સમર્પિત છે અને તે વિશેષ બોન્ડની ઉજવણી છે. આજે શૂટિંગનો પહેલો દિવસ છે, તમારા પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે.
https://www.instagram.com/p/CQX1vXRte_E/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :કેટરીના કૈફનાં કારણે દેવાદાર થઇ ગયો હતો જેકી શ્રોફ, વેચવું પડ્યું હતું ઘર
આ ફિલ્મમાં અક્ષય કુમારની ઓનસ્ક્રીન સિસ્ટરની ભૂમિકા સહેજમિન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખાતીબ અને સ્મૃતિ શ્રીકાંત નિભાવી રહી છે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન વર્ષ 2020 માં આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી.
અભિનેતાનો આ અંદાજ ને ચાહકો ખૂબ જ પસંદ આવ્યો છે. આ સાથે ફિલ્મનું પોસ્ટ પણ સામે આવ્યું છે, જેમાં અક્ષય 4 બહેનો સાથે ઘેરાયેલા જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ચાહકો સામે ભાઈ અને બહેનના સુંદર સંબંધ રજૂ કરશે.
આ પણ વાંચો :સોનુ સૂદે લકઝુરિયસ કાર અંગે કર્યો ખુલાસો
ફિલ્મ ભૂમિ પેડનેકર અક્ષય સાથે જોવા જઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષ સુધીમાં ફ્લોર પર આવી જશે તેવી સંભાવના છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રક્ષાબંધન પર 2022 માં રિલીઝ થશે. જોકે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.રક્ષાબંધનનું દિગ્દર્શન દિગ્દર્શક આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :હવે આ પ્રખ્યાત અભિનેત્રીને પણ આવવું છે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં…
