સમગ્ર દેશ માં કોરોનાની આ બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી . લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા અનેક ના મૃત્યુ પણ થયા હતા .સરકાર દ્વારા કોરોના ની આ બીજી લહેરને નિયંત્રણમાં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . સમગ્ર દેશ માં કોરોના રસીકરણ ને ઝડપી બનવવામાં આવી રહ્યું છે .ત્યારે આજ થી વધુ એક નિયમ અમલા માં આવ્યો છે જેમાં હવે રસીકરણ સ્થળ પર પહોચીને રસી લઇ શકાશે.ત્યારે કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકારની નવી રસીકરણ નીતિ આજ થી અમલી બનવાવમાં આવી છે
આ નવી નીતિ અંતર્ગત, કેન્દ્ર સરકાર તેમના ઉત્પાદનનો 75 ટકા હિસ્સો દેશમાં રસી બનાવતી કંપનીઓ પાસેથી ખરીદશે અને રાજ્યોને વિના મૂલ્યે આપશે. થોડા દિવસો પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ રસીકરણ નીતિમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. નવી નીતિના રસીકરણ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ‘કોવિડ રસીકરણ માટે સંશોધિત માર્ગદર્શિકા’ લાગુ થયાના પહેલા દિવસે જ કોરોના રસીના 69 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, હાલમાં રાજ્યો પાસે ત્રણ કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને તેમની કામગીરી પ્રમાણે વધુ રસી પૂરી પાડવામાં આવશે. કેન્દ્રએ રાજ્યોને રસીના પુરવઠાની ચિંતા કર્યા વિના શક્ય તેટલા લોકોને રસીકરણ કરવા અને પર્યાપ્ત કોલ્ડ ચેઇનની જોગવાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.
હાલમાં દરરોજ સરેરાશ 30 લાખ રસી આપવામાં આવે છે. આ રીતે જૂન સુધીમાં કુલ 30 કરોડ ડોઝ આપવામાં આવશે. તે પછી સરકાર છ મહિના એટલે કે 180 દિવસ બાકી રહેશે. 150-160 કરોડના ડોઝ આમાં લાગુ કરવા પડશે. આ રીતે, દરરોજ સરેરાશ 80-90 લાખ ડોઝની જરૂર પડશે. સરકારનો પ્રયાસ છે કે જુલાઈના અંત સુધીમાં દરરોજ એક કરોડ ડોઝ ઇન્જેકશન આપવાનો છે.
More than 47 lakh doses of anti-COVID vaccine administered on day one of the implementation of 'Revised Guidelines for Covid Vaccination' today: Union Health Ministry pic.twitter.com/DcDp5tfMYJ
— ANI (@ANI) June 21, 2021
