પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સમગ્ર કાર્યક્રમ વિશે જણાવ્યું હતું. ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા આયોજિત યુવા ટાઉનહોલ કાર્યક્રમ ૧૦ સપ્ટેમ્બરે અમદાવાદના બોડકદેવમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં સવારે ૧૦ કલાકે યોજાશે.
અમિત શાહ અમદાવાદ ખાતેથી રાજયના ૧૦૦ સ્થાનો પર ઉપસ્થિત ૧ લાખથી વધુ યુવાનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ સાથે યુવાનોને ગુજરાત અને દેશની પ્રગતિ અંગે વાત કરશે.
કોઈપણ યુવાન મોબાઈલ નંબર – ૭૮૭૮૧૮૨૧૮૨ પર મિસકોલ કરીને અથવા તો વોટ્સઅપના માધ્યમથી, ફેસબુક અને ટ્વીટર તથા વેબસાઈટ www.adikhamgujarat.com અથવા #adikhamgujarat પર પ્રશ્નો જણાવી શકશે. ઇન્ડિયાના સંકલ્પ સે સિદ્ધિ માટે યુવાનો સાથે અમિત શાહ સીધો સંવાદ કરશે.
ભારતીય જનતા યુવા મોરચાનું માનવું છે કે આ કાર્યક્રમથી યુવાનોના વિચારોના માધ્યમથી ગુજરાતના વિકાસની પ્રક્રિયામાં યુવાનોની સહભાગિતા વધશે.
