બોલીવુડ ન્યુઝ/ દીકરી વામિકાને લઈને અનુષ્કા શર્માએ લીધો મોટો નિર્ણય ,જાણો કયો

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઘણા લાંબા સમયથી મોટા પડદાથી દૂરી બનાવી લીધી છે. તે છેલ્લે શાહરૂખ ખાન સાથે વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. ત્યારબાદથી અનુષ્કાએ ફિલ્મોમાં વાપસી કરી નથી. હવે અનુષ્કાએ પોતાનો બ્રેક વધુ લંબાવી દીધો છે. તે હવે પોતાનો તમામ સમય દીકરી વામિકાની સંભાળમાં પસાર કરવા માંગે છે. તેથી […]

Entertainment

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઘણા લાંબા સમયથી મોટા પડદાથી દૂરી બનાવી લીધી છે. તે છેલ્લે શાહરૂખ ખાન સાથે વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. ત્યારબાદથી અનુષ્કાએ ફિલ્મોમાં વાપસી કરી નથી. હવે અનુષ્કાએ પોતાનો બ્રેક વધુ લંબાવી દીધો છે. તે હવે પોતાનો તમામ સમય દીકરી વામિકાની સંભાળમાં પસાર કરવા માંગે છે. તેથી  અનુષ્કાએ વર્ષ 2022 સુધી ફિલ્મોથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે.

અનુષ્કા હાલમાં તેની પુત્રી પર ધ્યાન આપી રહી છે. તે આ સમયે ઘરની બહાર જઇને શૂટિંગ કરીને કોઈ જોખમ લેવા માંગતી નથી. અહેવાલો અનુસાર ઓક્ટોબરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની છે જેનો પ્રભાવ બાળકોને થશે. તેવામાં અનુષ્કા આ સમયે તમામ સેફ્ટી પ્રોટોકોલોનું ધ્યાન રાખી રહી છે અને ઘરની બહાર નથી જઈ રહી. તેણે પોતાની ટીમને પણ કહ્યું છે કે આ વર્ષે કોઈ શૂટિંગ ન કરવું.

આ સાથે હવે અનુષ્કા નિર્માતા બની છે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અનુષ્કાનું પ્રોડક્શન હાઉસ એક પછી એક વેબ સીરીઝ સાથે આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર તેના બે પ્રોજેક્ટ રજૂ થવાના છે. જેમાં સાક્ષી તંવરની માઇ અને અન્વિતા દત્તાની કાલાનો સમાવેશ થાય છે, જેનાથી ઇરફાન ખાનનો દીકરો બાબિલ અભિનયની દુનિયામાં પગ મૂકવા જઇ રહ્યો છે. આ ઉપરાંત અનુષ્કાનું પ્રોડક્શન હાઉસ પાતાલ લોક 2 પર પણ કામ કરી રહ્યું છે.

અનુષ્કા શર્મા હાલમાં પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે ઇંગ્લેન્ડમાં છે. વિરાટ ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડ ગયો છે, અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ તેની સાથે ગયા છે. હવે અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે. ગયા વર્ષે અનુષ્કાએ ફિલ્મનો પ્રોમો પણ શૂટ કર્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022 માં શરૂ થશે. આ સિવાય અનુષ્કા બે ફિલ્મ્સ વિશે પણ વાત કરી રહી છે. જેમાં એક યશ રાજ ફિલ્મ્સનો પ્રોજેક્ટ છે.