Not Set/ હોલિવૂડ/ અભિનેત્રી પામેલા એન્ડરસને PM મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસને તાજેતરમાં વડા પ્રધાન મોદીને પત્ર લખીને એક માંગ કરી છે. તમે જાણો છો કે આપણા દેશમાં પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે ખરાબ થતુ જઇ રહ્યુ છે. જેને લઇને પામેલાએ ચિંતા વ્યક્ત કરી છે. થોડા દિવસો પહેલા બોલિવૂડ કલાકારોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ હવે હોલીવુડની અભિનેત્રી પામેલા એન્ડરસનને વડા […]

Entertainment

હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસને તાજેતરમાં વડા પ્રધાન મોદીને પત્ર લખીને એક માંગ કરી છે. તમે જાણો છો કે આપણા દેશમાં પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે ખરાબ થતુ જઇ રહ્યુ છે. જેને લઇને પામેલાએ ચિંતા વ્યક્ત કરી છે.

Image result for pamela anderson letter by pm modi"

થોડા દિવસો પહેલા બોલિવૂડ કલાકારોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ હવે હોલીવુડની અભિનેત્રી પામેલા એન્ડરસનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે એક પત્ર લખ્યો છે જે ચોંકાવનારો છે. પામેલાએ વડા પ્રધાનને પત્ર લખીને પ્રદૂષણ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત પામેલાએ એમ પણ કહ્યું હતું કે તમારે ભારતમાં શાકાહારી ખોરાકને પ્રોત્સાહન આપવા અપીલ કરવી જોઈએ. દિલ્હી વિશે વાત કરતા પણ પામેલાએ લખ્યું છે. દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદૂષણ અંગે તેમણે કહ્યું હતું કે ‘હું અહીંનાં દરેક જીવ માટે પરેશાન છું. હું લોકોની સાથે સાથે એવા પ્રાણીઓની ચિંતા પણ કરું છું જેઓ તેમના ચહેરા પર માસ્ક રાખી શકતા નથી.

Image result for pamela anderson letter by pm modi"

પામેલા એન્ડરસન ઘણા સીઝન પહેલા કલર્સનાં શો બિગ બોસનો ભાગ બની હતી, ત્યારબાદ તે ભારતમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી. પામેલાએ આ પત્ર પીએમ મોદીને એનિમલ્સ (પેટા) વતી લખ્યો છે. ત્યારબાદ આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે અને તે તેના પર પોતાનો અભિપ્રાય આપી રહી છે. હવે જોવા જેવી વાત એ છે કે પીએમ મોદી તેના પત્રનો શું જવાબ આપે છે અને શું પગલા ભરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.