Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બેદરકારી/ પંચમહાલ જિલ્લામાં સરકારી અનાજના જથ્થાના ફોટા જોઈને તમને ખાવાનું પણ મન નહિ થાય

  @ મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ ગરીબ કાર્ડ ધારકોને સડેલું અનાજ ખવડાવવાના પુરવઠા તંત્રના વહીવટી ખેલોમાં રામનાથ (દેલોલ)ના સરપંચ નિરવ પટેલ દ્વારા સરકારી અનાજની દુકાનોમાં આવેલા સડેલા અનાજના જથ્થા સામે તપાસ કરો અગર તો ખાવા તૈયાર રહોની ઉચ્ચરવામાં આવી તંત્રને ચિમકી ..!! પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની મહામારીના આ કપરા દિવસોમાં કાર્ડધારકોને મફતમાં અનાજ તેમજ કેટલાક […]

June 23, 2021Rizwan shaikh
Gujarat

 

@ મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ

ગરીબ કાર્ડ ધારકોને સડેલું અનાજ ખવડાવવાના પુરવઠા તંત્રના વહીવટી ખેલોમાં રામનાથ (દેલોલ)ના સરપંચ નિરવ પટેલ દ્વારા સરકારી અનાજની દુકાનોમાં આવેલા સડેલા અનાજના જથ્થા સામે તપાસ કરો અગર તો ખાવા તૈયાર રહોની ઉચ્ચરવામાં આવી તંત્રને ચિમકી ..!!

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની મહામારીના આ કપરા દિવસોમાં કાર્ડધારકોને મફતમાં અનાજ તેમજ કેટલાક અનાજનો જથ્થો સસ્તા ભાવે આપવામાં આવતો હોવાના આ વિતરણની કામગીરીઓમાં કાલોલ તાલુકાના દેલોલ ગામે આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામની સરકારી સસ્તા અનાજની દુકાન માંથી કાર્ડધારકોને આપવામાં માટે આવેલ સરકારી અનાજનો જથ્થો સડેલો અને જીવાતોથી ભરપૂર હોવાના આ દ્રશ્યો રામનાથના સરપંચ અને કોંગ્રેસ અગ્રણી નિરવ પટેલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુક્યા બાદ દોડતા થયેલા પુરવઠા તંત્રના સત્તાધીશોએ પણ આ સડેલા અનાજના જથ્થાને પરત લેવાની તૈયારીઓ દર્શાવી હતી. જો કે સરપંચ નિરવ પટેલે કોરોનાના આ કપરા દિવસોમાં રોજગારીઓ ગુમાવનારા ગરીબોને સસ્તાદરે અનાજ આપવાના ભા.જ.પ. સરકારના જશ લેતા ઉચ્ચારણોમાં ગરીબોને એકદમ જીવાતોથી ભરપૂર સડેલા અનાજનો જથ્થો સરકારી દુકાનોમાં ક્યાંથી આવ્યો આ સંદર્ભમાં તપાસની માંગ કરતા કાલોલ મામલતદારને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જરૂર પડ્યે આ સડેલા અનાજનો જથ્થો અધિકારીઓને પણ ખવડાવવાની ફરજ પડશેના આક્રમક તેવરો દેખાડતા પુરવઠા તંત્રમાં સ્તબ્ધતા પ્રસરી જવા પામી છે.

 


કાલોલ તાલુકાના દેલોલ ગામમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નામની સસ્તા અનાજની સરકારી દુકાનમાંથી એક મહિલા લાભાર્થીને મળેલું અનાજ સડેલું હોવાનું જોવા મળતા સ્થાનિક કોંગ્રેસના નેતા અને રામનાથ પંચાયતના સરપંચે સસ્તા અનાજની દુકાનેથી મળેલા વિવિધ અનાજના ફોટા વિડિયો પાડીને સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. તદ્ઉપરાંત ગામડાઓમાં ગરીબ પ્રજા અને પરિવારોને આવી હલકી કક્ષાનું અનાજ વિતરણ કરવા સામે સવાલો ઉઠાવી કાલોલ મામલતદારને આવેદનપત્ર આપી તપાસ કરવાની લોકમાંગ કરી હતી. દેલોલ ગામની સસ્તા અનાજની દુકાનેથી સડેલા અનાજના પુરવઠા સામે કોંગ્રેસ નેતાએ સોશ્યિલ મીડિયામાં પશુઓને પણ ખવડાવી ના શકાય તેવા તેવા અનાજ અને સરકારી વ્યવસ્થા તંત્ર સામે આવેદનપત્ર આપી આગામી સમયમાં ફરી આવા સડેલા અનાજનો પુરવઠો નાગરિકોને મળશે તો જવાબદાર સરકારી અધિકારીઓને અને નેતાઓને આવા સડેલા અનાજમાંથી બનાવેલ રોટલા શાક ખાવા માટે મજબૂર કરવામાં આવશે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જે સમગ્ર મામલે દેલોલ ગામની સસ્તા અનાજની દુકાને જ સડેલા અનાજનો પુરવઠો ઉપલબ્ધ થયો છે કે પછી ઉપરથી જ કાલોલ તાલુકાની સમગ્ર સસ્તા અનાજની દુકાનોમાં પણ આવો જ પુરવઠો ફાળવવામાં આવ્યો છે આ સમગ્ર વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી અસરકારક તપાસ અને પગલાં ભરવાની લોકમાંગ ઉઠવા પામી છે.

આ સમગ્ર ઘટના અંગે પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં દેલોલ સસ્તા અનાજની દુકાનદાર શકુંતલાબેન અશોકભાઈ શાહની દુકાનમાં મકાઈના અનાજના અમુક કટ્ટાઓમાં ખરાબી જોવા મળી હતી. જે મકાઈના કટ્ટાઓનો જઠહો પુરવઠા તંત્ર દ્વારા તાત્કાલિક દુકાન દારને બદલી આપવામાં આવ્યો હતો. તેમ પુરવઠા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું..

Post navigation

રાજ્યમાં છેતરપિંડીના બનાવોમાં વધારો, મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિને ચૂનો લગાડનાર બે ઝડપાયા
મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મોત

More Posts

Not Set/ ભાજપ પાર્ટી પ્રચાર માટે 36 જાદુગરોને મેદાનમાં ઉતારશે

November 21, 2017November 21, 2017Mantavya Team
વિરોધ

Gujarat Assembly Election 2022/ તે 31 બેઠકો.. જ્યાં નેતાઓએ પોતે ઉમેદવારોનો કર્યો વિરોધ, હાર્દિક પટેલથી પણ નારાજ

November 13, 2022November 13, 2022Maya Sindhav
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધોળાવીરા ખાતે

કચ્છ/ નેશનલ હાઇવેનું નિર્માણ થતા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચે નું અંતર ૮૦ કિ.મી જેટલું ઘટી જશે : CM ભુપેન્દ્ર પટેલ

February 13, 2022February 13, 2022padma prajay

LIVE/ ગુજરાતના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાયું નામ

September 12, 2021September 13, 2021Maya Sindhav

Political/ રાજકોટ જિલ્લા પંચાયતમાં ત્રીજી વખત ભાજપ થશે સત્તારૂઢ, પ્રમુખ તરીકે ભુપત બોદરનું નામ મોખરે

March 3, 2021Bhavini vasani

Not Set/ બે સગીર છોકરીઓ પર ચાલ્યો છોકરી સાથે બળાત્કારનો કેસ, પછી થયું આવું….

January 29, 2020Maya Sindhav

Not Set/ વાવાઝોડામાં તકેદારીનાં પગલે નુકશાન ઘટાડી શકાય છે. જાણો શુ છે જરૂરી પગલાં

June 11, 2019Bhavesh Vyas

Not Set/ આ વેપારીએ પોતાના પંથકને કોરોના મુક્ત કરવાનું ઝડપ્યું બીડું, ઉકાળા અને મીથીલીનનું કરી રહ્યા છે વિતરણ

May 6, 2021May 6, 2021padma prajay

Gujarat News/ ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઉંચક્યું, રાજકોટમાં 4 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર

August 31, 2024August 31, 2024Komal Patel

Surat News/ સુરત સુમુલ ડેરી ડિરેક્ટર વિવાદ મામલો, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ

August 6, 2025Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy