રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ
ગોળીબાર થયા બાદ તેની પોલીસ તપાસ કેવી રીતે કરવામાં આવે છે તે અંગેની માહિતી આ લેખ દ્વારા આપવામાં આવી છે. ઘણા લોકોને ખ્યાલ પણ નહિ હોય કે ગોળીબાર થયા બાદ પોલીસ કેવી રીતે ઘટનાસ્થળની તપાસ કરે છે અને આરોપીઓ સુધી કેવી રીતે પહોંચે છે તે જાણીને તમે ચોંકી ઉઠશો.
ફાયર આર્મ્સ :
ગોળીબારના તપાસના કેસમાં અમુક નિશ્ચિત હેતુ પુરતા પરીક્ષણો અને પ્રયોગ દ્વારા તરકીબો શોધી કાઢી નીચે જણાવ્યા મુજબના પ્રશ્નોના જવાબ મેળવવી શકાય છે.
1) ક્યાં પ્રકારની બંદૂકનો ગુન્હો કરવામાં ઉપયોગ થયો હતો ?
2) ગોળીબાર કઈ દિશાથી અને કેટલા દૂરથી થયો હતો ?
3) બંદૂકની સ્થિતિ કેવી હતી ? તે સારી રીતે કામ કરતી હતી ? શું તે અકસ્માતના રીતે છુટી હશે કે કેમ ? શું તે અગ્નિશસ્ત્ર છોડવા સક્ષમ હતી ?
4) શું બંદુકમાંથી હમણાં જ ( તાજેતરમાં ) ગોળીબાર કરવામાં આવેલ છે ?
5) શું મળેલી ગોળીઓ, ખાલી કાર્ટીઝના ખોખા જે બંદુકમાંથી ગોળીબારના ગુન્હા સાથે સંકળાયેલા છે તે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા ?
દેખીતી રીતે પ્રથમ બે સવાલો ગોળીબારના પરિણામ સાથે સબંધ ધરાવે છે. તેમનો જવાબ મેળવવા માટે પોલીસ અધિકારીઓ સૌથી પહેલા કામે લાગી જતા હોય છે. ભલે પછી બંદૂક મળી હોય કે ન હોય. વર્ણન કરતા પહેલા જવાબો કેવી રીતે મેળવવા , થોડાક સામાન્ય શબ્દો અગ્નિશસ્ત્રને લગતા આપણને મદદરૂપ થશે.જ્યારથી ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ જે હજુ પણ બ્રિટેનના ઘણા ખરા વિસ્તારોમાં અસામાન્ય ગુન્હો ગણાય છે અને આપણે આપણા રાષ્ટ્ર તરીકે શાંતિના સમયમાં તેઓની જેમ ટેવાયેલા નથી.
હાલના સંદર્ભમાં નાના હથિયારોનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે.
1) હાઈફ્લ્ડ વેપન્સ : એટલે સાદી ભાષામાં કહીએ તો એવા હથિયારો કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાપૂર્વક લઇ જઈ શકાય અને તેના ઉપયોગમાં કોઈ મોટી અડચણ ઉભી થતી ન્હોય તેવા હથિયારોને હાઈફ્લ્ડ વેપન્સ કહેવામાં આવે છે.

( A ) રાઈફલ્સ : ( 1 ) હવા અને ગેસથી ચાલતી રાયફલ ( 2 ) -22 રાયફલ ( મિનિએચર રાયફલ ) ( 3 ) મિલિટરી અને રમતની રાયફલ

( B ) સિંગલ શોર્ટ – ટાર્ગેટ પ્રેક્ટિસ પિસ્તોલ ( સામાન્ય રીતે .22 કેલિબર )

( C ) રિવોલ્વર

( D ) ઓટોમેટિક ( સેલ્ફ લોડિંગ વ્યવસ્થિત રીતે થઇ શકે તેવી ) પિસ્તોલ.

( E ) ટુ ઓટોમેટિક વેપન્સ. (મશીન ગન્સ ) ” ટોમી ” ગન્સ

2) શોર્ટ ગન્સ : શોર્ટ ગનની વિશેષતા એ છે કે તે વેપન્સ માંથી એક સાથે અનેક ગોળી નીકળતી નથી. એક વારમાં એક કે બે ગોળી એક સાથે નીકળે છે. અને ફરીથી તેને લોડ કરવાની જરૂર પડે છે. આ સિવાય તેની ગોળી પણ સાઈઝમાં મોટી હોય છે જેને કારણે જે જગ્યાએ ફાયર કરવામાં આવ્યું હોય તેને નુકશાન વધારે પ્રમાણમાં પહોંચાડે છે. આ સિવાય શોર્ટ ગનની રેન્જ પણ મર્યાદિત વિસ્તાર સુધી જ હોય છે. જયારે એની સામે સ્નાઇપર ગનની રેન્જ ખુબજ દૂર સુધીના વિસ્તાર સુધીની હોય છે.
શોર્ટગનના પ્રકાર નીચે મુજબ છે.
( A ) સિંગલ બેરલ ( એક નળી ) ( B ) ડબલ બેરલ ( બે નળી ) ( C ) રીપીટીંગ અને સેલ્ફ લોડિંગ શોર્ટ ગન્સ.
સ્મોલ આર્મ : જે ફાયર આર્મ એક વ્યક્તિ હેરફેર કરી શકે, ચલાવી શકે, સંભાળી શકે તેવા ફાયર આર્મ્સને સ્મોલ આર્મ્સ કહે છે.બીજી રીતે જોઈએ તો એક ઇંચ જેટલા કે તેથી ઓછા ડાયામીટર ધરાવતા પ્રોજેકટાઈલને ધક્કો મારી શકે તેવા ફાયર આર્મને સ્મોલ આર્મ્સ કહે છે.
દરેક સ્મોલ આર્મ્સનું બેરલ સ્ટીલનું હોય છે. આ બેરલ ત્રણ ભાગમાં હોય છે : ( 1 ) ચેમ્બર ( 2 ) લીડ ( 3 ) બોર
ચેમ્બર : જેમાં કાર્ટીઝ લોડ કરવામાં આવે છે તે ભાગ
લીડ : ચેમ્બર અને બોરને જોડતો ટેપવાળો ભાગ.
બોર : બોરના સામાન્ય રીતે બે પ્રકારના છે.
1) સ્મુધ બોર : જે બંદૂકનું બેરલ ( ગાળચું ) અંદરથી સ્મુધ ( લીસુ ) હોય તેને સ્મુધ બોર તે પણ કહે છે. દા.ત 12 બોર બંદૂક , મઝલ લોડિંગ બંદૂક, શોટ ગન
2)રાયફલ્ડ બોર : જે બંદૂકનું બેરલ અંદરથી સ્ક્રુ જેવી ખાંચો પાડેલ હોય તેને રાયફલ્ડ બોર કહેવાય છે. દા.ત 303 રાયફલ. 38 રિવોલ્વર
સ્મુધ બોર ફાયર આર્મ્સ : આ ફાયર આર્મ્સના કાર્ટીઝમાં સામાન્ય રીતે બે પ્રકાર શોટ્સ હોય છે : 1) સિંગલ શોટ : 410 મસ્કેટનો રાઉન્ડ. જેની એક ગોળી હોય છે.આમાં નિશાન ચુકી જવાની શકયતા રહેલ છે. 2) મલ્ટી શોટ : છરાવાળી ગોળી. આ ગોળીઓ હવામાં ફેલાવાથી વધુ વિસ્તારમાં અસર કરે છે. આમ નિશાન ચુકી જવાની શક્યતા ઓછી હોય છે. પશુ પક્ષીને મારવામાં આ ગોળીઓને વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ હેડક્વૉટર્સ ના ગાર્ડ પાસે આવી ગોળીઓ વાળી બંદૂક હોય છે.
નોંધ : આ પ્રકારના વેપનથી ફાયર કરતા બંદૂકની નળીમાંથી નીકળેલી ” પ્રોજેકટાઈલ્સ” હવામાં સીધી લીટીઓ અને લાંબા અંતર સુધી ગતિ કરી શકતા નથી. હવાનો અવરોધ ખુબજ નડે છે. જેથી ફિટિંગ રેન્જ પણ ફાટી જાય છે.
રાઈફ્લ્ડ બોર – ફાયર આર્મ્સ : રાઈફ્લ્ડ બોર બેરલમાં જયારે ફાયર થઇ ગયા બાદ પ્રોજેકટાઇલ પ્રવેશે છે ત્યારે બેરલમાં રહેલા લેન્ડ અને ગ્રૂવ્સના કારણે બેરલમાં જ તે પોતાની ધરી પર ફરવાનું ચાલુ કરી દે છે. તેની ધરી ભ્રમણનો વેગ ખુબ જ વધારે હોય છે. જેથી બેરલની બહાર આવ્યા બાદ પણ બુલેટ પોતાની ધરી પર ભ્રમણ ચાલુ રાખે છે. ધરી ભ્રમણના કારણે લાંબા અંતરે પણ તેની સહન શક્તિ અંકબંધ રહે છે. અહીં હવાનો અવરોધ ઘણો જ ઘટી જાય છે. જેથી તેના સીધી લીટીના પ્રવાસ વેગમાં ખુબ જ ઓછી રુકાવટ જોવા મળે છે.તેમજ બુલેટ સ્પીન થતી હોવાના કારણે નિર્ધારિત લક્ષમાં ઉડે સુધી ખુંપી જાય છે.
પોઇન્ટ બ્લેન્ક રેન્જ : એટલે સાદી ભાષામાં જો કહીએ તો જયારે કોઈ વ્યક્તિ નજીકના ટાર્ગેટને શૂટ કરવા માટે ફાયર કરે છે ત્યારે સામેની વસ્તુ કે પછી કોઈ વ્યક્તિને વધારે નુકશાન થતું હોય છે. એટલુંજ નહિ , જયારે દૂરના ટાર્ગેટ ઉપર કોઈ વ્યક્તિ શૂટ કરવા માટે ફાયર કરે છે ત્યારે નુકશાન ઓછું થતું હોય છે. જે જગ્યાએથી ગોળી મળી હોય છે ત્યાં આજુબાજુમા ગન પાવડરની પણ ચકાસણી કરવામાં આવે છે જો ગન પાવડર વધારે મળે છે તો સાબિત થાય છે કે ગોળી ખબજ નજીક થી ચલાવામાં આવી હશે જેને પોઇન્ટ બ્લેન્ક રેન્જ ફાયરિંગ કહેવામાં આવે છે.

આમ, ઉપરોક્ત આપેલી માહિતી અનુસાર પોલીસ અધિકારી કે તપાસ અધિકારીને ખ્યાલ આવે છે કે ગોળીબાર કંઈ રીતે થયું હશે ? ગોળીબારમાં કઈ બનાવટની વેપન્સ વપરાઈ હશે ? તેની ગોળીઓ કેવી હશે ? તે ગોળી કેટલી પ્રાણ ઘાતક હશે? તે તમામ સવાલોના જવાબ આ રીતે પોલીસ મોટા ભાગે મેળવતી હોય છે. આજે આ લેખ વાંચ્યા બાદ તમને ખ્યાલ આવ્યું હશું કે વેપન્સના કેટલા પ્રકાર હોય છે તેમજ તેના સ્પેર પાર્ટસ ક્યાં ક્યાં હોય છે જેવી તમામ માહિતી આજે આ લેખના આધારે આપ સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે. આવી જ અવનવી અને ઉપયોગી માહિતીઓની સાથેનું લેખ આગળ પણ તમને મળતા રહશે….
